આ પૂર્વ IPS એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આવતીકાલે લોન્ચ કરશે પોતાની નવી રાજકીય પાર્ટી, જાણો શું છે પક્ષનું નામ અને બીજી વિગતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ આઈપીએસ અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા એવા ડી જી વણઝારા પોતાના નવા રાજકીય પક્ષને આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાનું મન બનાવી ચુક્યા છે. લાંબા સમયથી તેઓ આ મામલે વિવિધ રીતે સક્રીય કામગીરી કરી રહ્યા હતા. જોકે તે દરમિયાન આ મામલામાં સત્યતા કેટલી તેના પર એક મહોર આવતીકાલે મંગળવારે વાગી જવાની છે.

અમદાવાદથી કરશે જાહેરાત
ડી જી વણઝારા પોતાના નવા પક્ષની જાહેરાત આવતી કાલે સવારે 11 કલાકે યોજાનારી તેમની પત્રકાર પરિષદમાં કરવાના છે. આ પક્ષનું નામ તેમણે પ્રજા વિજય પક્ષ રાખ્યું છે. આ રાજકીય પક્ષનું આવતીકાલે તેઓ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી હોટેલ પ્લેનેટ લેન્ડમાર્કથી લોન્ચિંગ કરવાના છે.

ADVERTISEMENT

કેમ બનાવી રાજકીય પાર્ટી
જોકે ડી જી વણઝારાનું રાજકારણમાં ઉતરવાનું સપનું તો ઘણા લાંબા સમયથી હતું. હવે તેમણે રાજકીય પાર્ટી બનાવીને રાજકારણમાં કુદકો લગાવવાનું કેમ નક્કી કર્યું છે તે પણ લગભગ તેમને જાણતા દરેક જાણે જ છે પરંતુ મળેલી વિગતો પ્રમાણે આ પક્ષનો જન્મ ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો સફાયો કરી નિર્ભય પ્રજા રાજની સ્થાપના કરવા માટે રાજકીયય વિકલ્પ તરીકે પ્રજા વિજય પક્ષને વિધિવત ઘોષણા કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ અન્ય વિવિધ બાબતો પર પત્રકારો સાથે સવાલ જવાબ પણ કરે તેવી આશા છે.

ADVERTISEMENT

આસારામના મોટા ભક્ત છે વણઝારા
જેલમાં બંધ આસારામ બાપુના મોટા ભક્ત છે ડી જી વણઝારા, અને આ પાર્ટીની જાહેરાત સાથે ફરતી એક ચર્ચા પર ધ્યાન આપીએ તો વણઝારા તેમની સંત સમિતિની આ પાર્ટી ઊભી કરી રહ્યા છે જે એક હિન્દુત્વ ચહેરા તરીકે સામે આવવા માગે છે. તેમનું માનવું છે કે રાજકીય કક્ષાએ તેઓ સત્તા હાંસલ કર્યા પછી હિન્દુ ધર્મની ખરી રીતે સેવા કરવા માગે છે. જોકે આ ચર્ચા અને વિતર્કો પર આવતીકાલની તેમની પત્રકાર પરિષદમાં તેઓ સ્પષ્ટતા કરી દેશે તેવી લોકોને આશાઓ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT