બીટીપીના ગઢમાં આપે ઉતારેલા વિભિષણ જીત મેળવી શકશે? જાણો શું છે બેઠકનું ગણીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : આમ આદમી પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. જેમાં નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરાઇ છે. નર્મદા જિલ્લાની બંને સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી ચુક્યા છે.

નર્મદા જિલ્લાની બે વિધાનસભાની બેઠકો છે તે બેઠકો માટે હજુ કોંગ્રેસ-ભાજપ એક ઉમેદવારોના નામોની ઘોષણા નથી કરી પરંતુ આમ આદમી પાર્ટીએ તબક્કાવાર છે ઘોષણા કરી એમાં બન્ને નામો બેઠક પર નામોની ઘોષણા કરી છે. ડેડીયાપાડાની બેઠક ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. ત્યારે ચૈતર વસાવા થોડા દિવસો પહેલાં બીટીપીના નેતા હતા પરંતુ બીટીપી સાથે છેડો ફાડીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓને લાગતું હતું કે તેઓને ટિકિટ આમ આદમી પાર્ટી આપશે. બીજી તરફ જે અગાઉ લિસ્ટ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો હતો. જેમાં ડોક્ટર પ્રફુલ વસાવા નામની ઘોષણા કરવામાં આવી હતી . પ્રફુલ વસાવા પણ એક સમયે બીટીપી સાથે જોડાયા હતા. ત્યારે તે હવે આમ આદમી પાર્ટી સાથે છે અને નાદોદની સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે . ત્યારે ડેડીયાપાડા સીટ પર ટીકીટ મેળવનાર ચૈતર વસાવાએ ટિકિટ મળ્યા બાદ પોતાની જીતનો દાવો કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT