ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે SIT ની રચના, તપાસનો ધમધમાટ શરૂ
ભાવનગર: રાજ્યમાં વિવિધ કૌભાંડો સરકારની ચિંતા વધારી રહી છે. ભાવનગરમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. પહેલા જીએસટી કાંડ અને ત્યાર બાદ હવે…
ADVERTISEMENT
ભાવનગર: રાજ્યમાં વિવિધ કૌભાંડો સરકારની ચિંતા વધારી રહી છે. ભાવનગરમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. પહેલા જીએસટી કાંડ અને ત્યાર બાદ હવે ડમી ઉમેદવાર કાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ, યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી ઉમેદવારોને લઈને ખુલાસા કર્યા હતા. ત્યારે ડમી ઉમેદવારે પરીક્ષા આપવાના કેસમાં ભાવનગર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 36 આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસે 36માંથી 4 લોકોની કરી હતી. ત્યારે હવે ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.
તપાસમાં 36 આરોપીમાંથી 33 આરોપી ભાવનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના મિલન બારૈયાએ ડમી ઉમેદવાર બનીને 2 વખત પરીક્ષા આપી હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ડમી ઉમેદવારો મોટાભાગના એક જ જ્ઞાતિના હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડમી ઉમેદવારોએ ચોક્કસ જ્ઞાતિના લોકોને સરકારી નોકરી અપાવવા પ્રયાસ કર્યો હતો.
11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ?
છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારો પરીક્ષા હતા. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સૂત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે, બલદેવ રાઠોડ મુખ્ય આરોપી છે. આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ આચરતા હતા. તેઓ આરોપી ઉમેદવાર પાસેથી 10 લાખ સુધીના રૂપિયા લેતા હતા. શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લેતા હતા. જેમાંથી પરીક્ષા પાસ કરાનારા ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈ આરોપી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવતા હતા.
ADVERTISEMENT
તપાસનો ધમધમાટ શરૂ
ભાવનગર ડમી કાંડ ઉમેદવારોનાં મામલામાં પોલીસ તપાસ તેજ બની છે. ગઈકાલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કર્યા બાદ બાકી રહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર તાલુકામાં રહેઠાણ ધરાવતા આ 32 આરોપીઓનાં ઘરે પહોંચવા બની સજ્જ થઈ છે. ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં આરોપીઓ ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ઝડપવાનાં બાકી રહેલા આરોપીઓનાં કોલ ડિટેલ્સ માટે ટેક્નિલ ટીમની મદદ લીધી છે.
આ પણ વાંચો: સોમનાથના તમિલ પરિવારોએ નવા વર્ષની ઉજવણી ગરબાના તાલે કરી, જોવા મળ્યો અનોખો સંગમ
ADVERTISEMENT
SIT ની રચના કરવામાં આવી
ભાવનગરમાં ડમી ઉમેદવારો કાંડ મામલે SP દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં સુપર વિઝન અધિકારી તરીકે ડીવાયએસપી આર.આર સીંઘલ તથા એસઓજીના પીઆઇ એસ.બી ભરવાડ સહિત 25 થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT