લ્યો બોલો…. વન વિભાગના કર્મચારી જ ખાસ મહેમાનો માટે કરે છે લાયન શો, જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: એક તરફ સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવી રહ્યું છે. ત્યારે અનેક વખત સિંહોની પજવણી અને લાયન શોના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાંથી વધુ એક લાયન શોનો વિડીયો સામે આવ્યો છે. જેમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વનવિભાગના ટ્રેકર અને ગાર્ડ દ્વારા ખુલ્લેઆમ લાયન શો કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે.

અમરેલી જિલ્લામાં અનેક વખત લાયન શો અને સિંહોની પજવણી ચર્ચાનો વિષય બન્યું છે. અનેક વખત વન વિભાગ પર સવાલો ઉઠી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ વનવીભાગના કર્મચારી જ લાયન શો કરતાં સામે આવ્યા છે.ગાંધીનગરથી આવેલા મહેમાનો માટે વનવિભાગના ટ્રેકર અને ગાર્ડ દ્વારા લાયન શો કરવામાં આવ્યું છે. સિંહ જોવા આવેલી ગાંધીનગર પાસિંગની કાર GJ 18 BG 4924 નંબર ની કાર અને બાઈક મોબાઈલમાં કેદ થયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વન વિભાગની પોલ ખૂલી છે.

જુઓ વિડીયો : 

ADVERTISEMENT

સિંહોના આ વિસ્તારમાં વનવિભાગ દ્વારા લાઈન શો થતા હોવાની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ વનવિભાગ કર્મીઓ દ્વારા થતા લાયન શોનો વિડીયો સામે આવ્યો છે. શેત્રુજી ડિવિઝનના DCF દ્વારા વનવિભાગના કર્મીઓને લાઈન શો કરવાની પરવાનગી આપી ? તેવા સવાલો ઊઠયા છે. સિંહ પજવણી સામે અન્ય સામે કાયદાનો દંડો ઉગામતુ વનવિભાગ કર્મીઓ સામે પગલાં ભરે તેવી સિંહપ્રેમીઓએ માંગ કરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને DCF જયંત પટેલ દ્વારા વાયરલ વીડિયોને આધારે તપાસ કરવાની ખાત્રી આપવામાં આવી છે.

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT