ફરી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં રહેશે વરસાદી માહોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આ વર્ષે ઉનાળામાં શરૂ થયેલ વરસાદ હવે ખમૈયા કરવાનું નામ નથી લેતો. એક બાદ એક વરસાદની આગઢી સામે આવી રહી છે. ખેડૂતોની આકરી મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે. ત્યારે બીજી તરફ વરસાદની હજુ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે 24 કલાક બાદ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ભરઉનાળે રાજ્યમાં વરસાદી વાતાવરણ ઊભું થતા સૌથી વધુ ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોએ કરેલી આકરી મહેનત પર આકશી આફત આવી છે. આ પહેલા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માર્ચ મહિના દરમિયાન વરસાદ થયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહી પડી શકે છે વરસાદ
રાજ્યના હવામાન વિભાગનાના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની સાથે હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવના છે. આવતીકાલથી હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. આજ પછી 4 દિવસ વરસાદ થવાની સંભાવના નથી. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે વીજળીના કડાકા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

ADVERTISEMENT

મંગળવારે રાજકોટ સૌથી ગરમ
મંગળવારે સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, અમરેલીમાં 41.2 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 40.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી.

    follow whatsapp

    ADVERTISEMENT