BJP ના ઇતિહાસમાં પહેલીવાર કમલમના દરવાજા બંધ કરવા પડ્યા, અમિત શાહ હોવા છતા તોફાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત અને ભાજપના ઇતિહાસમાં ક્યારે પણ ન નોંધાય તેવો રાજનીતિક ઘટનાક્રમ હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપ દ્વારા અનેક મોટા માથાઓના નામ કપાયા બાદ હવે સ્થિતિ એવી બની છે કે, ભાજપને પણ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નાના મોટા માથાઓ નહી પરંતુ અમિત શાહ જેવા માથાઓને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્રીય નેતૃત્વની સામે વિરોધ ન થાય તે માટે દરવાજા બંધ કરાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂટણીને પ્રચાર અભિયાન તો ચલાવી રહ્યા છે પરંતુ 16 સીટ પર ભાજપનું કોકડું ગુચવાયું છે. એવું ગુંચવાયું છે કે, તેને ઉકેલવા માટે છે કેન્દ્રીય મંત્રીઓએ આવવું પડ્યું અને મધ્યસ્થી કરવી પડે છે.

દરવાજા બંધ કરાવવાની પ્રથા આપે શરૂ કરાવી દીધી
જેમના નામ કપાયા તેના સમર્થકો દ્વારા હવે ગાંધીગર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર દેખાવો કરવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર મીડિયાનું ધ્યાન કમલમ પર છે ત્યારે આ પ્રકારનો વિરોધ ભાજપને અસહજ કરી શકે છે. જેને ધ્યાને રાખીને આખરે ભાજપના ઇતિહાસમાં પહેલીવાર કમલમ ના દરવાજા બંધ કરવાની ભાજપને ફરજ પડી છે. ભાજપ દ્વારા આ પ્રકારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પહેલીવાર છે.

ADVERTISEMENT

ભાજપે અંતિમ 16 બેઠકો પર ઉમેદવારો ફાઇનલ કર્યા અને ફોન પણ કર્યા
જો કે ભાજપના 16 ઉમેદવારો ફાઇનલ થઇ ચુક્યું છે. અને તમામને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. જો કે કમલમના દરવાજા કાર્યકર્તાઓના હોબાળાને કારણે બંધ કરવા પડ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરાયો ત્યારે દરવાજા બંધ કરાયા હતા જો કે ભાજપના કાર્યકર્તાઓથી જ ગભરાઇને અને કેન્દ્રીય મંત્રીઓ અસહજ ન થાય તે માટે કમલમના દરવાજા બંધ કરવા પડે તેવી પહેલી ઘટના છે.

    follow whatsapp

    ADVERTISEMENT