પિઝા લવર્સ ચેતી જજો, સુરતમાં લા-પીનોઝ, ડોમિનોઝ સહિત આ 6 બ્રાન્ડના પિઝા સેમ્પલ ફેલ થયા
સુરત: સુરતમાં પિઝા લવર્સ માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં લેવાયેલા જાણીતી પિઝા બ્રાન્ડના ફૂડ સેમ્પલ ફેલ થયા છે. જે બાદ રેસ્ટોરામાં…
ADVERTISEMENT
સુરત: સુરતમાં પિઝા લવર્સ માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં લેવાયેલા જાણીતી પિઝા બ્રાન્ડના ફૂડ સેમ્પલ ફેલ થયા છે. જે બાદ રેસ્ટોરામાં ફાસ્ટ ફૂડ આરોગનારા લોકો પણ ચિંતિત થઈ ગયા છે. સુરતમાં તાજેતરમાં લેવાયેલા પનીર અને બરફ ગોળાના સેમ્પલ ફેલ થયા હતા, ત્યારે હવે પિઝામાં વપરાતા ચીઝ અને માયોનીઝના સેમ્પલ પણ ફેલ થતા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે.
વિગતો મુજબ, સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પિઝા હટ, લા-પીનોઝ, કે.એસ ચારકોલ, ડોમિનોઝ, ગુજ્જુ કાફે સહિતના આઉટલેટમાંથી લેવામાં આવેલા ચીઝ અને માયોનીઝના ફૂડ સેમ્પલ ફેલ ગયા હતા. જે બાદ 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં આ 6 આઉટલેટ સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ક્યાંથી લીધેલા સેમ્પલ ફેલ થયા
ADVERTISEMENT
- પિઝા હટ, સફાયર ફૂડસ ઇન્ડિયા લીમીટેડ, ઘોડદોડ રોડ
- લા-પીનોઝ પિઝા, ઊગત કેનાલ રોડ, પાલનપોર
- કે.એસ ચારકોલ, ઇસ્કોન મોલની બાજુમાં, પીપલોદ સુરત
- ડેન્સ પીઝા, એલપી સવાણી રોડ, અડાજણ
- ગુજ્જુ કાફે, જહાગીરાંબાદ
- ડોમિનોસ પિઝા, વીઆઈપીરોડ
નોંધનીય છે કે, આ પહેલા મરી મસાલા, કેક-પેસ્ટ્રી, આઈસક્રિમ, કેરીનો રસ તથા પનીરના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં નમૂના ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT