બિપોરજોયની આફત વચ્ચે નાત-જાત ભૂલી સેવામાં લાગ્યા લોકો, મંદિર-ગુરુદ્વારામાં તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટ્સ
અમદાવાદ: ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાની ઘાત છે, ત્યારે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ નાત-જાત ભૂલીને માનવસેવા માટે આગળ આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાની ઘાત છે, ત્યારે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ નાત-જાત ભૂલીને માનવસેવા માટે આગળ આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા જામનગર જિલ્લામાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાંથી 37 હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ માટે ગુજરાતમાં ગુરુદ્વારા તથા મંદિરોમાં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે.
લખપતમાં શીખ સમાજે ગુરુદ્વારામાં તૈયાર કર્યા ફૂડ પેકેટ્સ
કચ્છમાં લખપતમાં આવેલા ગુરુદ્વારા લખપત સાહેબમાં શીખ સમાજના લોકો આ આપત્તિના સમયમાં સેવા માટે આગળ દોડી આવ્યા છે. ગુરુદ્વારામાં બુંદી-ગાંઠિયા સહિતની વસ્તુઓના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને દરિયા કિનારે જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યાં તંત્રની સૂચના પ્રમાણે જરૂરિયાતવાળા સ્થળો પર આ ફૂડ પેકેટને મોકલવામાં આવશે.
બીપોરજોય સામનો કરવા કચ્છ છે તૈયાર : લખપત મુકામે ગુરુદ્વારા લખપત સાહેબ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે. દરિયા કિનારે વિસ્તારના લોકોને જયાં સ્થળાંતર કરવામાં આવેલ છે ત્યાં તંત્રની સૂચના પ્રમાણે જરૂયાત વાળા સ્થળે આ ફૂડ પેકેટ મોકલવામાં અવશે.@CMOGuj @irushikeshpatel @prafulpbjp pic.twitter.com/B3VCYXdGDT
— Collector & DM, Kachchh (@CollectorKutch) June 13, 2023
ADVERTISEMENT
મોરબીમાં વારિયા પ્રજાપતિ સમાજ આવ્યો મદદે
મોરબીમાં પણ પ્રજાપતિ સમાજ આગળ આવ્યો છે અને આ કુદરત્તી આપત્તિના સમયમાં સેવાના કાર્યમાં જોડાયો છે. મોરબીમાં વારિયા પ્રજાપતિ સમાજના લોકો દ્વારા અસરગ્રસ્તો માટે 2000 ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ સમાજની વાડી અને બોર્ડિંગ સ્કૂલ બંનેમાં સ્થળાંતર કરીને લાવવામાં આવેલા લોકોને આશરો આપવામાં આવ્યો છે.
સ્વામિનારાયણ મંદિર-ખોડલધામ ટ્રસ્ટમાં બની રહ્યા છે ફૂડ પેકેટ્સ
ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ ગઢડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા પણ અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ્સ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મંદિર પ્રશાસન તરફથી 5000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરવાની જાહેરાત કરાઈ છે. તો કાગવડમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ રાજકોટમાં આવેલા સરદાર પટેલ ભવનમાં ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અહીં પ્રથમ તબક્કામાં 15000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જરૂર મુજબ તેને લોકો માટે મોકલવામાં આવશે. આ સાથે 1 લાખ જેટલા ફૂડ પેકેટ્સ બને તેટલી સામગ્રી એકઠી કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ભુજ-અંજારનું સ્વામિનારાયણ મંદિર પણ સેવા કાર્યમાં જોડાયું
ભુજમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ 11 હજાર જેટલા ફૂડ પેકેટ્સ પૂરા પાડવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. અંજાર અને માંડવીમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો વાંકાનેરના માટેલ મંદિરમાં પણ સેવાભાવીઓ દ્વારા અંદાજે 10 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT