અબડાસામાં પવનચક્કીમાં લાગી આગઃ પાંખીયા પણ તૂટી પડ્યા- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ ગુજરાતના અબડાસા જિલ્લામાં આવેલા લૈયારી-ઐડાના સીમાડામાં આવેલી પવનચક્કીમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા. સુઝલોન કંપનીની એક પવનચક્કીમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણકારી પ્રમમાણે આગના કારણે બે પાંખીયા પણ તૂટીને નીચે પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેથી સહુએ હાંશકારો અનુભવ્યો છે.

આસીરાવાંઢ અને જખૌ ગામની સીમમાં આવેલી સુઝલોનની પવનચક્કીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ સવારે લાગી હતી. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. આગ લાગતા જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામ કર્યું હતું.

મહોરમની રજા થઈ રદ્દઃ ગુજરાતમાં ચાલુ રહેશે શાળાઓ, જાણો શું કહે છે પરિપત્ર

આગની જાણ થતા કંપનીના કર્મચારીઓમાં દોડધામ

આગના કારણે પવનચક્કીને ભારે નુકસાન થયું છે. આગના ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં વાતાવરણ ગંદુ થઈ ગયું હતું. ધૂમાડાના ગોટા દૂર દૂર સુધી જોઈ શકાયા હતા. આ આગ અંગે અહીંના માલધારીઓ અને ગામના લોકોએ કંપનીને જાણ કરી હતી. જે પછી સુઝલોનનના કર્મચારીઓ દોડી આવ્યા હતા. આગને કારણે સુઝલોનનું જખૌ સબ સેન્ટર તુરંત બંધ કરી દેવામાં આવ્યું હતું. પાવર સપ્લાય બંધ કરાઈ હતી.

ADVERTISEMENT

અબડાસામાં મોટી સંખ્યામાં પવનચક્કીઓ છે. આગ લાગવાથી પવનચક્કીઓને ભારે નુકસાન થવાની શક્યતા છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા માટે કામ કર્યું છે. આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે.

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT