અરવલ્લીની ફટાકડાની ફેક્ટરીમાં આગ અંગે મોટો ખુલાસોઃ ટેસ્ટિંગ વખતે થયો બ્લાસ્ટ

ADVERTISEMENT

અરવલ્લીમાં મોડાસા ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 4 વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા.
અરવલ્લીમાં મોડાસા ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 4 વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા.
social share
google news

અરવલ્લીઃ અરવલ્લીમાં મોડાસા ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 4 વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ફેક્ટરીમાં અચાનક આગ લાગવા મામલે પ્રત્યક્ષદર્શીનું જે નિવેદન આવ્યું છે તે ચોંકાવનારું છે. તેમના જણાવ્યાનુંસાર ફેક્ટરીમાં ટેસ્ટીંગ દરમિયાન ફટાકડામાં બ્લાસ્ટ થયો હતો. બીજા બ્લાસ્ટ પછી ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. ધૂમાડો થતા દેખાવાનું બંધ થઈ ગયું હતું.

ડમીકાંડઃ યુવરાજસિંહ આજે ભાવનગર પોલીસ સમક્ષ થશે હાજર, મોટા મંત્રીઓના નામો ખોલશે

વહેલી સવાર સુધી આગ પર કાબુ કરવા મહેનત
અરવલ્લીના મોડાસામાં લાલપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે અચાનક આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, ન માત્ર મોડાસા પણ ગાંધીનગર, પ્રાંતિજ, ઈડર, વડાલીના પણ ફાયર ફાઈટર્સ સ્થળ પર દોડી આવ્યા હતા અને આજે વહેલી સવાર સુધી આગ પર કાબુ મેળવવાની જહેમત કરતા રહ્યા હતા. ઘટનામાં ચાર વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે. ઘટનામાં પાંચ વ્યક્તિને સલામત બચાવી લેવાયા છે. હવે આ મામલામાં ફાયર એનઓસીથી લઈ ફાયર માટેના સાધનો અંગે તપાસનો દૌર શરૂ થશે. આ આગમાં 8 કાર, 15 બાઈક અને 2 ટ્રક પણ સળગીને રાખ થઈ ગયા હતા. આ મામલામાં ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT