સુરતમાં મેડીકલ સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી, દવાઓ AC, કોમ્યુટર સહિતની વસ્તુઓ બળીને ખાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠૌડ,સુરત: સુરતના સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે આવેલા મેડીકલ સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની આ ઘટનામાં મેડીકલમાં રહેલી દવાઓ અને કોસ્મેટીક આઈટમો સહીત એસી,કોમ્યુટર અને ફર્નિચરને નુકસાન પહોચ્યું હતું. બીજી તરફ બાજુમાં આવેલી ફીઝીયોથેરાપી કલીનીકમાં પણ ધુમાડો પ્રસરી જતા એસી પંખા વાયરીંગને નુકશાન થયું હતું જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના સિંગણપોર સ્થિત હરી દર્શનના ખાડા પાસે આવેલી હરે ક્રિષ્ના મેડીકલ સ્ટોરમાં સવારના 8.30 વાગ્યે કોઈ કારણોસર આગ લાગી હતી.મેડીકલ સ્ટોરમાં આગ લાગતા ધુમાડા નીકળ્યા હતા અને આગ પ્રસરી હતી જેને લઈને અહી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ મેડીકલ સ્ટોરમાં રહેલી દવાઓ,કોસ્મેટીક આઈટમો,એસી,કોમ્યુટર,ફર્નીચર અને વાયરીંગને નુકશાન થયું હતું

ફાયર ઓફિસર રમેશ સેલારે જણાવ્યું હતું કે, આગના બનાવની જાણ થતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. મેડીકલ સ્ટોર બંધ હતું તે સમયે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઉપરાંત મેડીકલ સ્ટોરમાં આગ લાગતા ધુમાડા નીકળ્યા હતા જે ધુમાડા બાજુમાં આવેલી સરસ્વતી ફીઝીયો થેરાપી કલીનીકમાં પ્રસરી ગયો હતો પરંતુ ત્યાં કોઈ દર્દીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. વધુમાં મેડીકલ સ્ટોરમાં લાગેલી આગમાં ધુમાડાને કારણે ફીઝીયો થેરાપી કલીનીકમાં પણ ધુમાડો ઘુસી જતા એસી,પંખા વાયરીંગને નુક્શાન થયું હતું,જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT