પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ, સુરતમાં રિલીઝ પહેલાં વિરોધનો વંટોળ ફૂંકાયો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ પઠાણ ફિલ્મનું વિવાદસ્પદ ગીત અને પોશાક અત્યારે જોરશોરથી ચર્ચામાં છે. રાજ્યમાં ઠેર ઠેર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. લોકોએ પોસ્ટર પર પઠાણ ફિલ્મ રિલિઝ ન થાય એવી માગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આની સાથે તેમણે ફિલ્મના ડિરેક્ટર, પ્રડ્યુસર અને અભિનેતા સામે કડક પગલા ભરવા અપિલ કરી છે. ચલો વિગતવાર નજર કરીએ…

ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ…
પઠાણ ફિલ્મનો વિવાદ અત્યારે સતત વધી રહ્યો છે. બેશરમ રંગ ગીત અને પોશાકનો વિવાદ એની ચરમ સીમાએ પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ત્યારે વિશ્વ હિંદુ પરિષદે આ અંગે કડક વલણ ધારણ કરી લીધું છે. તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હિંદુ ધર્મી લાગણીનો ઠેસ પહોંચાડી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

ફિલ્મ રિલિઝ થઈ તો થિયેટરો…
મીડિયા અહેવાલો પ્રમાણે તેમણે વધુમાં કહ્યું છે કે જો ફિલ્મ રિલિઝ થઈ તો આસપાસનાં થિયેટરોને પણ આનાથી નુકસાન પહોંચશે એવી ચીમકી ઉચ્ચારી દીધી છે. આની સાથે જ તેમણે ફિલ્મના ડિરેક્ટર, અભિનેતા સહિતના સ્ટાફ સામે કડક પગલાં ભરાય એવું આવેદન પણ આપ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT