અંકલેશ્વરમાં નરાધમ બાપે સગીરા પર દુષ્કર્મ, બે પત્નીના મોત થતા દીકરીને બનાવવા લાગ્યો હવસનો શિકાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/અંકલેશ્વર: કળિયુગમાં હવે તો ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર પંથકના એક ગામમાં બે પત્નીના મૃત્યુ બાદ નરાધમ પિતાએ પોતાની હવસ સંતોષવા માટે માસુમ દીકરીને પોતાનો શિકાર બનાવી હોવાનો શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતા દ્વારા જ ભોગ બનનાર સગીરાએ આખરે પોતાની સાવકી મોટી બહેનને જાણ કરી હતી. ત્યારે હાલમાં સગા બાપ સામે બળાત્કાર અને પોક્સો હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

પીડિતાની સાવકી બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી
અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ભોગ બનનારની બહેને સગા બાપ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સાવકી બહેન પોતે પહેલી માતાનું સંતાન છું. અને તેના દુષ્કર્મી પિતાએ નવસારીની મહિલાને પત્ની તરીકે રાખી હતી. હવસખોર પિતાની પેહલી પત્નીનું 2012માં અવસાન થયું હતું. નરાધમને બીજી પત્નીથી ત્રણ સંતાનો છે. બીજી પત્નીનું પણ વર્ષ 2020માં નિધન થયું હતું. ત્યારથી પેહલી પત્નીની પરિણીત દીકરી પિતાને ત્યાં આવતી ન હતી. બીજી માતાના સંતાનમાં તેને એક 14 વર્ષની સાવકી બહેન છે.

14 વર્ષની સગીરા પર 1 વર્ષથી દુષ્કર્મ ગુજારતો બાપ
બીજી પત્નીથી 14 વર્ષની સગીર દીકરીએ તેની બહેનને પોતાના પિતા દ્વારા જ ગુજરાતા દુષ્કર્મ અંગેની સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પિતા એક વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. પિતાથી પીડિત એવી સગીર પીડિતાએ તેની સાવકી મોટી બહેનને ફોન ઉપર વાત કરી તેને ઘરે બોલાવી હતી. પીડિતાએ પોતાની મોટી બહેનને સગા નરાધમ પિતા અંગે જાણ કરતા તે અવાક બની ગઈ હતી. રૂરલ પોલીસે પિતા સામે બળાત્કાર અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT