કચ્છમાં પ્રેમ લગ્ન કરનારી દીકરીના સાસરીમાં જઈને પરિવારે સાસુને જીવતા સળગાવી દીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: કચ્છના નખત્રાણામાં આવેલા વિજપાસર ગામમાં પ્રેમ લગ્ન કરનારી યુવતીના સાસરીમાં જઈને પરિવારજનોએ હુમલો કરતા યુવતીના સાસુંનું કરુણ મોત નિપજ્યું છે. હુમલો કરવા આવેલા લોકોએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી દેતા યુવતીના સાસુ ગંભીર રીતે દાજી ગયા હતા. જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાના બનાવ બાદ પોલીસે સમગ્ર ગામમાં ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે.

યુવક-યુવતીએ કર્યા હતા પ્રેમ લગ્ન
નવત્રાણાના વિજપાસર ગામમાં હેમંત નામના યુવકે એક યુવતી સાથે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિજનો આ વાતથી નારાજ હતા. જેથી ગઈકાલે યુવતીના 11 જેટલા પરિવાજનો યુવકના ઘરે પહોંચ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. યુવતીને સમજાવીને છૂટાછેડા આપવા કહી રહ્યા હતા. આ દરમિયાન હેમંતના માતા રાધાબેન ફળિયામાં વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે તેની સાથે મારામારી કરીને બે મહિલાઓએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે રાધાબેન સળગવા લાગતા પરિવારજનોએ બુમાબુમ શરૂ કરીને તેમને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

યુવકના ઘરે જઈને યુવતીના પરિજનોનો હુમલો
દરમિયાન તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ રાધાબેનને હોસ્પિટલાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT

બે વર્ષથી બંને પ્રેમમાં હતા
વિગત મુજબ, યુવક અને યુવતી બંને બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. યુવતીના પરિવારજનોને આ અંગે જાણકારી મલતા તેમણે યુવક સામે ફરિયાદ નોંધાવી હતી અને યુવતીને પણ થોડા મહિનાઓ માટે દૂર રાખવામાં આવી હતી. જોકે બાદમાં યુવક અને યુવતી બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા અને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જેથી કન્યાપક્ષના લોકો ઉશ્કેરાયા હતા અને યુવકના ઘરે જઈને જીવલેણ હુમલો કરી દીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT