સુરતઃ વરસાદ પડતા જ પ્રદૂષિત પાણી છોડનારા ફેક્ટ્રી માલિકોને બખ્ખા
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના પણ કેટલાક કાયદા કાનુનું પાલન કરવું જરૂરી છે. છતાં વરસાદ પડતા જ ખાસ કરીને કેમિકલ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના પણ કેટલાક કાયદા કાનુનું પાલન કરવું જરૂરી છે. છતાં વરસાદ પડતા જ ખાસ કરીને કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં ફેક્ટ્રીઓને બખ્ખા થઈ જતા હોય છે. વરસાદના પાણીમાં જ ભળી જાય તે રીતે કેમિકલનું પાણી છોડી દેવાય છે જેના કારણે ઘણીવાર વરસાદી પાણી ઓસરવામાં પણ એટલો સમય લાગી જતો હોય છે. સાથે જ પાણીનું પ્રદૂષણ ફેલાતું હોય છે. કારણ કે નીતિ નિયમો અનુસાર નિકાલ નહીં કરીને આ રીતે ખુલ્લેઆમ નિકાલ કરી દેવાતા આ સમસ્યા ઊભી થતી હોય છે. આવું જ કાંઈક સુરતમાં અવારનવાર જોવા મળતું હોય છે, ખાસ કરીને વરસાદી સીઝનમાં.
સુરત જિલ્લામાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા, હોસ્પિટલ અને હાઇવે પર પાણી
ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
સુરત બારડોલી રોડ પર આવેલા કડોદરા ઔધોગિક વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ પણ રોડ પર ભરાયેલા પાણીમાં ખોટકાઈ ગઈ હતી અને ડ્રાઇવર મુસાફરોને રોડ પર છોડીને ચાલ્યો ગયો હતો. એટલું જ નહીં ઔદ્યોગિક વિસ્તાર કડોદરામાં ટેક્સટાઇલ મિલોમાંથી નીકળતા ગંદા પાણીની ગટરો ઓવર ફલો જોવા મળી હતી. ગટરનું કેમિકલ વાળું દૂષિત પાણી વરસાદી પાણીમાં ભેળસેળ થઈ ગયું હતું. ગુજરાત તકના સંવાદદાતા એ જગ્યા ઉપર પહોંચ્યા હતા અને એક્સક્લુઝિવ આ તસ્વીરો પોતાના કેમરામાં કેદ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT