Exclusive: તો આ કારણથી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી વિભાગ આંચકી લેવાયો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : હાલમાં ગુજરાતની રાજનીતિ એ મુદ્દે ગરમ છે કે ભાજપ દ્વારા બે મંત્રીઓના વિભાગ છીનવીને સૌને આશ્ચર્યમાં મુકી દેવાા છે. તેમાં પણ રાજેન્દ્ર ત્રિવેદી જેવા દિગ્ગજ નેતા પાસેથી વિભાગ છીનવી લેવામાં આવ્યો તેના કારણે લગભગ બધા જ આશ્ચર્યચકિત છે. તેઓ પોતાની સ્વચ્છ અને નીડર છબીના કારણે જાણીતા બન્યા હતા. આ ઉપરાંત તેઓ મહેસુલ અંગેની જ્યાં પણ ફરિયાદ મળતી હતી ત્યાં સ્થળ પર જઇને તપાસ કરતા હતા. જો કોઇ પણ પ્રકારનો ગોટાળો લાગે તો ક્લાર્કથી માંડીને ઉચ્ચ અધિકારી સુધી કોઇને પણ સસ્પેન્ડ કરતા પણ ખચકાતા નહોતા.

સ્વચ્છ છબી ધરાવતા ત્રિવેદી પોતે જ ભ્રષ્ટાચારમાં લપેટાયા
રાજેન્દ્ર ત્રિવેદી જેવા દિગ્ગજ અને કર્મઠ મંત્રી પાસેથી વિભાગ કેમ છીનવાયો તેવા સવાલ જનતાના મનમાં થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો પુછી રહ્યા છે. જો કે વિશ્વસ્થ સુત્રોના અનુસાર રાજેન્દ્ર ત્રિવેદીએ પોતે એક ડીલમાં 20 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આની ગંધ અને ફરિયાદ ન માત્ર સ્થાનિક સ્તરે પરંતુ છેક દિલ્હી સુધી ગઇ હતી. જેથી ત્રિવેદીને તત્કાલ તે 20 કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં જમા કરાવવા માટે જણાવાયું હતું. તેમણે રકમ જમા કરાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. જ્યારે પુર્ણેશ મોદીને તો ભગવાન જ ભારે પડ્યા હતા. તુટેલા રોડ પર આખા રાજ્યમાં ભારે રોષ છે તેમાં ભગવાનની ભુલ કહીને બળતા અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જેથી આવા બફાટ કરતા નેતાઓને કાબુમાં આવી જવા માટેનો પરોક્ષ સંદેશો આપવા અને ઉદાહરણીય કાર્યવાહી દેખાડવા માટે રાજીનામું માંગી લેવાયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

લોકોનાં મનમાં નાયક ફિલ્મના હિરો જેવી છબી
લોકોમાં આ મંત્રીની એક અલગ જ ચાહના હતી. લોકો માટે તે સરળતાથી ઉપલબ્ધ પણ હોવાના કારણે લોકો ઇચ્છતા કે નાયક ફિલ્મમાં અનિલ કપુર જેવો રોલ કરે છે તેવા જ આ મંત્રી છે. લોકો તેમના કાર્યાલયને આ અંગે ફરિયાદ પણ કરતા તો તેનો યોગ્ય નિકાલ થાય છે તેવું તેઓ અનુભવી શકતા હતા. જેના કારણે આ મંત્રાલય સાથે જેમણે કામ પાડ્યું તેઓ તો આ મંત્રીના દિવાના હતા જ આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આ મંત્રીની વિવિધ લાઇવ રેડ જોઇ ચુકેલા લોકો પણ તેમના દિવાના હતા. તેમની કામગીરી લોકોને સરકારી નહી પરંતુ તત્કાલ વાળી લાગતી હતી. થશે, ચાલશે ને કરીશું એવા સરકારી જવાબોના બદલે તેઓ તત્કાલ કાર્યવાહી કરતા હતા.

ADVERTISEMENT

લેન્ડ જેહાદનું મસમોટુ કૌભાંડ પ્રકાશમાં લાવ્યા હતા
આ ઉપરાંત હાલમાં જ તેઓ લેન્ડ જેહાદનો કિસ્સો તેમની એક્ટિવનેસના કારણે બહાર આવ્યો હતો. પ્રાથમિક તબક્કે 100 કરોડની લેન્ડ જેહાદનો કિસ્સો હજી પણ ખુબ જ મોટો થઇ શકે છે. 12 જિલ્લામાં હિન્દુઓની જમીનોને ખરીદીને વિધર્મીઓ દ્વારા નકલી ખેડૂતો બતાવીને ખરીદવામાં આવી રહી હતી. તેવામાં માત્ર એક નાનકડી જમીનનો વિવાદ સામે આવતા તેમણે તપાસ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT