EXCLUSIVE: કચ્છના ક્રીક વિસ્તારમાં જ્યાં બિપોરજોયનો લેન્ડફોલ થયો ત્યાં હાલ કેવી છે સ્થિતિ? જુઓ VIDEO
કૌશિક કાંઠેચા/કચ્છ: ગુજરાતમાં ગઈકાલે મોડી રાત્રે બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટક્યું હતું. જખૌથી ઉપરની બાજુ આવેલા કોટેશ્વર મહાદેવના ક્રિક વિસ્તારમાં મોડી રાત્રે 10.30થી 11.30 વચ્ચે વાવાઝોડાએ…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા/કચ્છ: ગુજરાતમાં ગઈકાલે મોડી રાત્રે બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટક્યું હતું. જખૌથી ઉપરની બાજુ આવેલા કોટેશ્વર મહાદેવના ક્રિક વિસ્તારમાં મોડી રાત્રે 10.30થી 11.30 વચ્ચે વાવાઝોડાએ લેન્ડફોલ કર્યો હતો. આ દરમિયાન વાવાઝોડાની ઝડપ 115 કિમીથી 125 કિમી પ્રતિ કલાકની હતી. ત્યારે વાવાઝોડું જે ત્રાટક્યું હતું તે જગ્યાએ ગુજરાત Tak પહોંચ્યું હતું અને ત્યાં હાલ કેવી પરિસ્થિતિ છે તે તમારી સમક્ષ લાવ્યું છે.
દરિયામાં વિશાળ મોજાથી પાળ તૂટી
કોટેશ્વર મહાદેવના ક્રિક વિસ્તારમાં હાલ NDRFની ટીમ તૈનાત છે. અહીં દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પવનની ગતિ એટલી તીવ્ર છે કે અહીં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. તો દરિયામાં પણ ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા ગાંડોતૂર બનતા કિનારા પર બાંધવામાં આવેલી પાળ તૂટી ગઈ છે.
વડોદરાથી અહીં તૈનાત કરવામાં આવેલી NDRFની ટીમે ગુજરાત TAKને જણાવ્યું હતું કે, અમે બે દિવસમાં અહીં 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અહીં દરિયામાં ખૂબ જ તીવ્ર મોજા ઉછળી રહ્યા છે અને કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. અમે રસ્તો ક્લિયર કરવા માટે હવે નીકળ્યા છીએ.
ADVERTISEMENT
વાવાઝોડું સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, બિપોરજોય વાવાઝોડું 115 થી 125 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે જખૌની ઉપર ટકરાયું હતું. વાવાઝોડું મોડી રાત્રે 10.30 થી 11.30 વચ્ચે કચ્છમાં ટકરાયું હતું. હાલમાં વાવાઝોડાની ગતિમાં પરિવર્તન થયું છે. બપોર સુધીમાં નબળું પડશે અને સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
પવનની ગતિમાં થશે ઘટાડો
તેમણે વધુમાં કહ્યું, હાલમાં હવાની ગતિ 85 થી 90 કિમી છે. આગામી 2-3 કલાકમાં ઘટીને 75થી 80 થશે, તે પછીના બીજા 3 કલાક ઘટીને 65થી 75 કિમી થવાની સંભાવના છે. હાલમાં ભારે વરસાદની આગાહી ગુજરાત માટે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે 9 નંબરનું સિગ્નલ હતું તેને ઘટાડીને 3 નંબરનું કરવા માટે સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે ક્યાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
ADVERTISEMENT