EXCLUSIVE: સોરઠીયા પર થયેલા હુમલા બાદ પાટીલે કહ્યું કે, કુછ તો ગડબડ હૈ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિક રંગ જામતો જઇ રહ્યો છે. તેવામાં રાજનીતિ હવે કેટલા નીચા સ્તરે પહોંચી ચુકી છે તે હાલમાં જ બનેલા ઘટનાક્રમ પરથી ખબર પડે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ઘાતક હુમલો થયો છે. ગુજરાતમાં હવે હિંસક રાજનીતિની શરૂઆત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ક્રાઇમરેટમાં સૌથી અવ્વલ રહેલા સુરતમાં હવે આ હિંસક રાજનીતિની શરૂઆત થઇ ચુકી છે.

રાજનીતિક કરંટ સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ ડાયવર્ટ
જો કે રાજનીતિને સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ ડાયવર્ટ કરનાર પાટિલ અને હર્ષ સંઘવીની જોડીના જ વિસ્તારમાં આપના નેતા પર જીવલેણ હુમલો થયો હતો. જે અંગે સી.આર પાટીલને પુછવામાં આવતા તેમને જણાવ્યું કે, કેજરીવાલ પહેલાથી જ ગરબડ વ્યક્તિ છે. તેઓ આંદોલનમાં જોડાયા હતા ત્યારથી જ તેઓ ગડબડ હતા. ગુજરાતમાં પણ તેઓ ગડબડ કરવા માટે જ આવ્યા છે. ગુજરાતમાં ગડબડ કરવા માટે જ આ લોકો આવ્યા છે.

ગુજરાત નહી સમગ્ર દેશમાં કેજરીવાલ ગડબડ કરવા માટે આવ્યા છે
ગુજરાત જ નહી પરંતુ રાજકીય રીતે પણ તેઓ ગડબડ કરી રહ્યા છે. ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશમાં આ લોકો ગડબડ કરી રહ્યા છે. તેમના રાજનીતિક ગુરૂ અન્ના હજારે પણ તેમનાથી થાકી ચુક્યાં છે. જેથી ગુજરાતના લોકોએ હવે આ ગડબડ ઘરમાં રાખવી કે નહી તે નક્કી કરવાનું છે. દારૂની તેમની બેધારી નીતિથી બધા જ લોકો માહિતગાર છે. દારૂની દુકાનો 28 દિવસ બંધ રહેતી હતી હતી તેમાં ઘટાડો કર્યો. દારૂ ખરીદવાની ઉંમરમાં પણ ઘટાડો કરી નાખ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT