માંડલ અંધાપા કાંડને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને જરૂરી લોકો પર કડક પગલા લેવાશે: આરોગ્ય મંત્રી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rushikesh Patel: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થયાની ઘટના બની હતી. માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10મીએ 28 દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓએ દષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદ મળ્યા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જે પૈકી પાંચ દર્દીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે બાકીના 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.

ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુલાકાત લેવા પહોંચ્યા

આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદના અસારવા સ્થિત મંજુ શ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલ M&J આઈ ઇન્સ્ટિટયૂટમા દાખલ દર્દીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો મંગાવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અમદાવાદ અને ગાંધીનગરની તબીબી ટીમને માંડલ રવાના કરવામાં આવી હતી. આ માટે જવાબદાર દવા, ઇન્જેક્શન કે સારવાર કરનાર સ્ટાફને લઈને તપાસ શરુ કરવામાં આવી છે.

સરકાર બિલકુલ ક્યાંય પાછી પાની નહીં કરે: ઋષિકેશ પટેલ

પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અત્યારે 17 લોકો જેમાં 11 મહિલાઓ અને 5-6 પુરુષો સારવાર હેઠળ છે. સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખત પગલા જે કોઇ જવાબદાર હશે તેના માટે લેવામાં આવશે. આ બનાવમાં પણ જે-તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં પરંતુ એના માટે જરૂરી કડક જેટલા પણ પગલા લેવાની જરૂર પડે એ લેવા માટે સરકાર બિલકુલ ક્યાંય પાછી પાની નહીં કરે.

ADVERTISEMENT

આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ન બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલો ખાનગી, સરકારી, ટ્રસ્ટની એમાં ધારાધોરણ અને મેડિકલ નિયમો પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકાર આગામી સમયમાં નિયમો સાથે ચકાસણી પણ કરવાના છીએ.

3 તારીખ પછીનાં ઓપરેશન અંગેની ચકાસણી થશે

આ ઘટના વિશે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સ્વાતિ રવાણીએ કહ્યું કે, દર્દીના 10 તારીખે આંખોના મોતીયાના ઓપરેશન માંડલમાં થયા હતા. તેમાંથી ઘણા લોકોને દેખાતું ન હોવાની ફરિયાદો સામે આવી હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. 3 તારીખ પછીનાં તમામ ઓપરેશનની ચકાસણી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT