મતદાતાઓનો રોષ ભભુક્યો: અગાઉ પુરી દીધા હતા, બીજી વખત ભારે વિરોધ થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા/કચ્છ : ફરી એક વખત જનતાના વિરોધનો ભોગ બન્યા ગાંધીધામના ધારાસભ્ય, પાંચ વર્ષે એક વખત જનતા વચ્ચે દેખાતા ધારાસભ્યો અને નેતાઓએ ચેતી જવાની જરૂર છે. વિધાનસભા ચૂંટણી ગણતરીનો સમય બાકી છે ત્યારે નેતાઓ ફરી એકવાર પોતાના ભગવાન તેવા મતદારોને રિઝવવા માટે નિકળી પડ્યાં છે. જો કે કેટલા ધારાસભ્યો એવા હોય છેકે જે પાંચ વર્ષે એક જ વાર દેખાતા હોય છે. આવાજ એક ધારાસભ્યને જનતાના ખરાબ મુડનો ભોગ બનવો પડ્યો હતો.

પાંચ વર્ષે એક જ વાર દેખાતા નેતાઓ સાવધાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અમુક ધારાસભ્યો ફરી પાંચ વર્ષે એક વખત સક્રિય થયા છે. જનતાની વચ્ચે પાંચ વર્ષે એક વખત દેખાતા આવા ધારાસભ્યોને હવે જનતાનો વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કચ્છના ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને ફરી એક વખત ગાંધીધામ નગરપાલીકાના વાંકે પોતાના મત વિસ્તારની જનતાના વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છના ગાંધીધામમાં વોર્ડ નંબર 1 વિસ્તારમાં બન્યો.

ખાતમૂહુર્ત માટે ગયેલા MLA ને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો
ખાતમૂહુર્ત માટે ગયેલા ધારાસભ્ય માલતી મહેશ્વરીનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી મુદ્દે સંભાળવ્યું, રોષે ભરાયેલા લોકો ધારાસભ્યની ઝાટકણી કાઢતાં કહ્યું કે “નગરપાલિકાનાં સત્તાધિશો તમામ નિષ્ક્રિય છે અનેક વખત વોર્ડની રોડ રસ્તા અને અન્ય સમસ્યા માટે રજૂઆત કરી પણ આટલા વર્ષો સુધી નગરપાલિકાનાં સત્તાધિશોએ કોઈ પણ પ્રકારની તસ્દી લીધી નહિ અને હવે ચૂંટણી નજીક આવી રહી છે એટલે જનતાની વચ્ચે વાહવાહી માટે આવી જાય છે, નવા રસ્તાનો ખાતમુહૂર્ત તો કરો છો પણ બનશે ક્યારે !?

ADVERTISEMENT

અગાઉ પણ ગેટબંધ કરીને નગરપાલિકાના દરવાજા બંધ કરી દેવાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ નગરપાલિકાની કામગીરીના અસંતોષના પગલે સતત બીજી વખત ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી લોકોના રોષનો ભોગ બન્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ અગાઉ પણ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં કિટ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિકોએ ફરિયાદનો નિકાલ ન આવતા ધારાસભ્યના બહાર નિકળવાના સમયે ગેટ બંધ કરી દીધો હતો. બીજી તરફ મહેશ્વરી નગરનાં પ્રમુખને ધમકી આપતો માલતીબેનનાં પિતા રામજી ધેડાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT