વીજળીની લહાણી બાબતે ઉર્જા મંત્રી આવ્યા મેદાને, આપ્યું મહત્વનું નિવેદન 

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/વલસાડ: ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે આરોપ પ્રત્યારોપનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં નેતાઓની નારાજગીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે મતદારોને પોતાની તરફ કરવા માટે રાજકીય પક્ષો અનેક જાહેરાતો કરે છે ત્યારે આમ આદમી પાર્ટીએ કરેલી જાહેરાત સંદર્ભે રાજકારણ ગરમાયું છે. હાલ મફત વીજળીની લહાણીની બાબતે રાજકારણમાં મુદ્દો ગરમાયો છે આવી યોજનાઓ મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ મહત્વનું નિવેદન આપ્યું છે.

આમ આદમી પાર્ટીના મફત વીજળીના નિવેદનને લઈને ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુંકે મફત વીજળીની લાહણીએ સરકારને પૈસા નહીં ચૂકવી અને મફત વીજળી આપવાની વાત છે. આવી  મફતની લહણીને કારણે આગામી સમયમાં આવી વીજ કંપનીઓ ફડચામાં જશે અને લોકોને વીજ પુરવઠો પણ નહીં મળે તેવા સંજોગો સર્જાશે. આ નિવેદન રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉમરગામના એક જાહેર કાર્યક્રમમાં કર્યું છે. આ સાથે જ ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના વીજ મંત્રાલય દ્વારા દેશની વીજ કંપનીઓના વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં ગુજરાતની ત્રણ વીજ કંપનીઓએ બાજી મારી છે અને દેશની પ્રથમ ચાર વીજ કંપનીઓમાં ગુજરાતની ત્રણ કંપનીઓને સ્થાન મળ્યું છે. ત્યારે રાજ્યના વીજ વિભાગની આ ઐતિહાસિક સિદ્ધિઓ ને  રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વલસાડના સરીગામ અને ઉમરગામના જાહેર કાર્યક્રમો માં પોતાના વિભાગની સિધ્ધિઓથી લોકોને માહિતગાર કર્યા હતા. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસી વિસ્તાર  અને  ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઈન અને અન્ય વીજ લાઈનોના અંડર ગ્રાઉન્ડ કેબલિંગના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

જિલ્લાના શહેરી વિસ્તાર અને જીઆઇડીસી વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઈન અને અન્ય વીજ લાઈનોના વીજ થાંભલાઓ તથા વીજ તારના સામરાજ્યના કારણે અનેક વખત અકસ્માતો બને છે. સાથે જ વીજ પ્રવાહમાં પણ વિક્ષેપ પડે છે. આથી અનેક વખત લાંબા સમય સુધી વીજ પ્રવાહ ખોવાય છે જેના પરિણામે ઉદ્યોગોને મોટી અસર થાય છે અને સાથે જ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે વલસાડ જિલ્લાના શહેરી અને જીઆઇડીસી વિસ્તારોમાં એક પછી એક વિસ્તારોમાં રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ઓવરહેડ વીજ લાઈનોના અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનોમાં પરિવર્તન કરવાના કામો થઈ રહ્યા છે. આજે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ  દેસાઈએ વલસાડના સરીગામ અને ઉમરગામ જીઆઇડીસી અને શહેરી વિસ્તારોમાં વીજ લાઈનના અંડર ગ્રાઉન્ડ કામના ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિસ્તારના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે રાજકીય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

આ બાબતે રાજ્યના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રના વીજ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશની વીજ કંપનીઓની કાર્યક્ષમતા અને તેની ગુણવત્તાના અપાતા રેટિંગમાં આ વખતે વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેન્કિંગમાં ગુજરાતની ત્રણેય વીજ કંપનીઓએ મેદાન માર્યું છે. જેમાં ડીજીવીસીએલ , એમજીવીસીએલ અને યુજીવીસીએલનો સમાવેશ થાય છે. સમગ્ર દેશની વીજ કંપનીઓમાં ગુજરાતની વીજ કંપનીઓ અવલ નંબરે છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આમ સમગ્ર દેશના ગુજરાતનો વીજ વિભાગ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે.

follow whatsapp

ADVERTISEMENT