હડતાળનો અંત: 23 દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં ફાંટા, સરકારે માંગ સ્વિકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલી સમીતિ દ્વારા હવે પરિણામ આપવાનું શરૂ થઇ ચુક્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે બનાવેલી 5 મંત્રીઓની આંદોલન કમિટી દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયત હસ્તકના વર્ગ 3 ના કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લીધી હતી. જેના પગલે હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિત કમિટીએ આપી દીધી છે.

130 દિવસના પગાર માટે પણ સકારાત્મક હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. જો કે આ અંગે આરોગ્ય કર્મચારી મહાસંઘ કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે, પંચાયત હસ્તકના 16 હજાર આરોગ્ય કર્મચારીઓ છે. પગારની વિસંગતતાને કારણે અસંતોષ હતો. જો કે સરકારે 1 મહિનાની અંદર નિકાલ માટેની બાંહેધરી આપી છે. પગારની વિસંગતતા અને ક્ષતીઓ દુર કરવાની પણ બાંહેધરી આપી છે. એક મહિનામાં પ્રશ્નનનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.

જો કે આ પ્રતિનિધિ મંડળ બહાર આવ્યા બાદ હવે આ યુનિયનમાં પણ બે તડા પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક ગ્રુપ સરકાર પર વિશ્વાસ રાખીને પરત ફરી જવા માંગે છે. જ્યારે બીજુ ગ્રુપ જ્યાં સુધી આ નિર્ણય અંગેનો GR કે અમલીકરણ પત્ર ન બને ત્યાં સુધી પરત નહી જવાનો પક્ષધર છે. જેના કારણે હવે આંદોલન LRD આંદોલનની જેમ જ વિમાસણની સ્થિતિમાં છે.

ADVERTISEMENT

આરોગ્ય કર્મચારીઓની માંગ શું હતી?
– ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો લાંબા સમયથી ઉકેલ લાવવા માટે માંગ હતી.
– 2017,2019 અને 2021 માં કર્મચારીઓ માંગણીઓ મુદ્દે હડતાળ પર હતા
– અગાઉ સરકારે આશ્વાસન આપ્યું હતું જો કે અમલ થયો નહોતો
– ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ
– કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ
– આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવા માંગ છે.

    follow whatsapp

    ADVERTISEMENT