સુરેન્દ્રનગરના લોકોને PGVCLએ 6 કલાક 42 ડિગ્રીમાં તપવ્યા, જાણો કેવા કર્યા કાંડ

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના લોકોને PGVCLએ 6 કલાક 42 ડિગ્રીમાં તપવ્યા, જાણો કેવા કર્યા કાંડ
સુરેન્દ્રનગરના લોકોને PGVCLએ 6 કલાક 42 ડિગ્રીમાં તપવ્યા, જાણો કેવા કર્યા કાંડ
social share
google news

સુરેન્દ્રનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનો ખુણે ખુણો ગજબ ગરમીથી તપી રહ્યો છે. લોકોને પણ તંત્રનું કહેવું છે કે બિનજરૂરી બહાર ન જઈને પોતાની જાતને હિટ સ્ટ્રોક કે ડીહાઈડ્રેશનથી બચાવી શકાય છે. તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં તો પીજીવીસીએલએ લોકોને ધોમધકતી ગરમી વચ્ચે જાણે રીતસરનો કોઈ જાતનો બદલો લીધો હોય તેવી ફિલિંગ આવે તેવી હાલત કરી મુકી હતી.

માણસની ક્રૂરતાઃ મોરવા હડફમાં કુતરાઓને માર મારી શખ્સોએ દોરડાથી બાંધી દીધા- CCTV

6 કલાક વીજ પુરવઠો ઠપ
42 ડિગ્રી તાપમાન વચ્ચે વીજળી ડૂલ, કમ્પલેન નંબર પર કોલ કોઈ ઉઠાવે નહીં, ઘરમાં બાળકોની બુમાબુમ અને કુદરતી ગરમ પવન… બસ દ્રષ્ય વિચારીને પોતાની જાતને હાલના સમયમાં આ સ્થિતિમાં મુકીને જુઓ તો સુરેન્દ્રનગરના લોકોની પીડા સમજી શકાય છે. સુરેન્દ્રનગરમાં મુખ્ય પીજીવીસીએલ કચેરી ખાતે આજે સ્થાનિક રહીશો અને લોકોનું બસ આવું જ કહેવું હતું. લોકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા હતા. શહેરના પોલીસ હેડ ક્વાર્ટર વિસ્તારમાં આવેલી વિજય સોસાયટી, સરદાર સોસાયટી સહિતના રહેણાક વિસ્તારના લોકોનો વીજ પુરવઠો આજે અચાનક ડૂલ થઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં છ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતા રહીશો, બાળકો સહિત લોકોને ઘણી હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. ઘણા દવાખાનાઓમાં પણ ડોક્ટર અને દર્દીની પરેશાનીમાં હાલત એક સરખી થઈ ગઈ હતી. લોકો કમ્પલેઈન નંબર પર અનેક વખત ફોન લગાવી રહ્યા હતા પરંતુ કોઈ કોલ ઉપાડે તો સમસ્યા કહેવાય ને, બસ પછી લોકોનો પિત્તો ગયો અને પીજીવીસીએલની મુખ્ય ઓફિસ પર પહોંચી ગયા. લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. નિયમિત વીજ પુરવઠો પણ આપવા માટેની માગ કરી હતી.

(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT