ચૂંટણી છે છતા રાહુલ ગાંધી કેમ આવતા નથી?- કોંગ્રેસના નેતાએ આપ્યો આવો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં ભાજપના ઝફર ઈસ્લામ અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે ગુજરાત તકના બેઠક કાર્યક્રમમાં મજબૂત મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. તેમણે આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી છે. આટલો સ્ટ્રોંગ રાજકીય માહોલ છે છતા કેમ આવતા નથી તેના જવાબ કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે સો સુનાર કી, એક લુહાર કી. રાહુલ ગાંધીની થોડી જ સભાઓએ પણ મોટું પરિણામ આપ્યું છે.

ધર્મના એજન્ડા સિવાય ભાજપનો કોઈ મુદ્દો વેચાતો નથીઃ કોંગ્રેસ
અમદાવાદમાં ગુજરાત તકના બેઠક કાર્યક્રમ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘણા બધા મુદ્દાઓને લઈને ખુબ ચર્ચાઓ થઈ હતી. એક નેતાનો સવાલ તો બીજા નેતાનો જવાબ સામ સામે આક્ષેપો આરોપોનો જવાબ આ બધા વચ્ચે માહોલ એકદમ ગરમ થઈ ગયો હતો. દરમિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાને પત્રકાર ગોપી મણીયાર ઘાંઘર દ્વારા સવાલ કરાયો હતો કે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોવા છતા કેમ દેખાઈ રહ્યા નથી. ત્યારે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કહ્યું કે, સો સુનાર કી, એક લુહાર કી. રાહુલજી બે વખત અહીં આવ્યા ચાર સભા કરી અને તેના પડઘા એવા પડ્યા કે મોદીજીને નાની નાની સભાઓ કરી ભરણ કરવું પડે છે. ગુજરાતની કોઈ પણ ચૂંટણી જોઈએ દરેક વખત ભાજપની સ્થિતિ ઘણી ખરાબ હોય છે. આખરે તેમને કમ્યુનલ એજન્ડા પર જવું પડે તેવી મજબુરી બની જાય છે કારણ કે તેમની આ સિવાયની કોઈ વાત વેચાતી નથી. આ ઉપરાંત પણ ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી તો આવો જોઈએ વીજળી, વિકાસ, દેશની સુરક્ષા, મોરબીની ઘટના સહિતના મુદ્દાઓ પર કોણે કયા પ્રશ્નોના શું આપ્યા જવાબ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT