ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70 રાજકીય પક્ષો, 182 બેઠકો પર ચૂંટણી લડશે 1621 ઉમેદવારો, જાણો વધુ વિગતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થવાના છે. થોડા દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણીમાં પોતાની વિજય પતાખા ફરકાવવા 1621 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. આ 182 બેઠકો પર એક બે કે ત્રણ નહીં પરંતુ 70 રાજકીય પક્ષો ઉમેદવારી કરી રહ્યા છે. જેમના નામ પણ લગભગ જ તમે સાંભળ્યા હશે.

પ્રથમ તબક્કો
પ્રથમ તબક્કાની વાત કરીએ તો 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે જેમાં 39 રાજકીય પક્ષો અને અપક્ષોને મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788માં માત્ર 70 જ મહિલા ઉમેદવારો છે જ્યારે 718 પુરુષ ઉમેદવારો છે. આ દિવસે 339 અપક્ષ ઉમેદવારોના ભાવીનો પણ ફેંસલો થવાનો છે.

બીજો તબક્કો
આ તરફ બીજા તબક્કાની વાત કરીએ તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં બાકી રહેલી 93 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 93 બેઠકો પર 60 જેટલા રાજકીય પક્ષોએ ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે અપક્ષને મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે આ 93 બેઠકો માટે ચૂંટણી જંગ યોજાવાનો છે. 833માં 764 પુરુષ ઉમેદવારો છે જ્યારે 69 મહિલા ઉમેદવારો છે. આ તબક્કા દરમિયાન 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.

ADVERTISEMENT

બંને તબક્કામાં 29 પક્ષોના ઉમેદવારો
આપને જાણીને નવાઈ લાગશે કે 29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ જ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કાની બેઠકોમાં જ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. આવો વિસ્તૃત રીતે જાણીએ કઈ પાર્ટી પાસે કેટલા ઉમેદવારો છે અને તે કયા તબક્કામાં ચૂંટણી જંગ લડશે.

 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT