G20 સમિટનું પ્રતિનિધિત્વ ભારતના હાથમાં આજે આવ્યું: કાલોલમાં નરેન્દ્ર મોદીએ કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલઃ કાલોલ ખાતે આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી. વિધાનસભા ચૂંટણીનું જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે બીજી બાજુ કાલોલમાં વડાપ્રધાને સભા ગજવી હતી. તેમણે આ દરમિયાન ખાસ રોજગારી, ટેક્નોલોજીને મહત્વ આપવામાં આવ્યું હતું. સાથે જ તેમણે આજે ભારતના જી 20 સમિટમાં પ્રતિનિધિત્વ મળ્યું હોવાની વાત કરી હતી.

પ્રથમ તબક્કાના મતદાનમાં રેકોર્ડ બ્રેક થશેઃ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતમાં આજે પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અત્યંત શાંતિ રીતે ગુજરાતના ગર્વને છાજે તે રીતે મતદાન કરાઈ રહ્યું છે. અત્યારે જ્યારે હું મહાકાળીના ચરણોમાં આવ્યો છું ત્યારે મને ખાતરી છે કે રેકોર્ડ બ્રેક મતદાન થવાનું છે. મને મોબાઈલ ટીવી પર જોનારાનો ઉત્સાહ પણ વધી ગયો હશે. મારા પ્રવાસનું પણ આજે અને આવતીકાલે છેલ્લું ચરણ છે લગભગ. મને જ્યાં જ્યાં જવાની તક મળી ત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો તે વિશ્વાસ વગર શક્ય ન બને.

ADVERTISEMENT

જી-20માં ભારતને મળ્યું પ્રતિનિધિત્વઃ નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું, ફીર એક બાર, લોકોએ કહ્યું મોદી સરકાર, આજે 1 ડિસેમ્બર છે 2022નો આ છેલ્લો દિવસ છે. મારા માટે ગૌરવ છે કે 1 ડિસેમ્બરે આખી દુનિયાની મહત્વની ઘટના છે કે આજે કાલોલમાં માં કાળીના ચરણોમાં દુનિયાના જી-20 દેશોની સમિટના પ્રમુખ પદે હવે ભારત આજથી બિરાજમાન થયું છે. માં કાળીના આશીર્વાદ સાથે આજે તેની શુભ શરૂઆત થતી હોય ત્યારે સોનામાં સુગંધ ભળી ગઈ છે. આ જી 20 સમૂહ વેપારનો 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું નેતૃત્વ કરનારા દેશો દુનિયામાં સૌથી આર્થિક ગતિવિધિ કરનારા દેશો છે અને તેની અધ્યક્ષતા ભારતને મળી છે. ભારતીયોને તેના પર આનંદ થાય. આ જી 20ના અવસરને આપણે એવા અવસર તરીકે લેવો છે કે દુનિયા આખીમાં હિન્દુસ્તાનનો ડંકો લાગે.

કાલોલ, હાલોલ, વડોદરા આ બધું તો મારું રોજનું, સ્કૂટર પર આવું: મોદી
કાલોલ, હાલોલ, વડોદરા આ બધું તો મારું રોજનું, સ્કૂટર પર આવું ત્યારે આખો પટ્ટો ફરવાનો, આનંદ આવે, તમારા દર્શન કરુંને મને તાકાત આવી જાય. તે જમાનામાં જ્યારે હું આવતો ત્યારે રોડના ઠેકાણાં નહીં, વીજળી નહીં, પાણી નહીં, કોઈએ કલ્પના કરી હતી કે આ આખો પટ્ટો એક મોટી તાકાત બનીને ઊભો રહેશે. નાની નાની ચીજો પણ વિદેશથી ત્યારે મગાવતા હતા. બહારથી માલ લાવી પોતાની કટકી કરી લેતા તેના કારણે રોજગારીની તકો જે ઊભી થવી જોઈએ. તે કામ 40 વર્ષ પહેલા કર્યા હોત તો રોજગારી ફુલી ફાલી હોત. આ દેશ તેના કારણે ક્યારેય પગભર થયો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT