શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની ભાષણ દરમિયાન જીભ લપસી, દ્રૌપદી મુર્મૂને ‘વડાપ્રધાન’ બનાવી દીધા
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ આપતા સમયે તેમની જીભ લપસી હતી.…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ આપતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને વડાપ્રધાન બતાવી દીધા હતા. આ સાંભળીને થોડીવાર ત્યાં આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલમાં શિક્ષણમંત્રીના ભાષણની ક્લિપ વાઈરલ થઈ રહી છે.
વિગતો મુજબ, છોટાઉદેપુર જિલ્લાના એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા. જ્યાં પોતાના ભાષણ દરમિયાન તેમણે આદિવાસી સમાજની પ્રગતિની વાત કરી હતી. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે બોલી રહ્યા હતા ત્યારે તેમની જીભ લપસી હતી અને તેઓ બોલી ગયા કે, ‘આપણી પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. આઝાદીના ઇતિહાસમાં પહેલી વાત 75 વર્ષમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ પણ, આપણા ઓરિસ્સાના દ્રૌપદી મુર્મૂ આપણા દેશના વડાપ્રધાન બન્યા છે. આ નાની મોટી સિદ્ધિ નથી.’
ADVERTISEMENT
ADVERTISEMENT