Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપ( Earthquake) ના આંચકાઓ આવતા હોય છે. ત્યારે આજે કચ્છમાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અહીં પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. આજે બપોરના 3.58 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

બપોરે 3.58 કલાકે ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 29 કિલોમીટર દૂર નોંધાયું છે. અત્યાર સુધીમાં દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

લોકોના જીવ તાળવે ચોંટયા
છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. અમરેલી, રાજકોટ અને કચ્છ સહિતના વિસ્તારમાં ભૂકંપનો ભય સતત રહે છે. ત્યારે તુર્કીમાં આવેલા ભૂકંપથી કચ્છમાં 2001 ના ભૂકંપની યાદ તાજી થઈ છે. ત્યારે હવે સતત આવી રહેલા ભૂકંપથી લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે.

ADVERTISEMENT

Exam: કાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, તંત્રની પણ સાચી પરીક્ષા

કચ્છ જિલ્લામાં માર્ચ મહિનામાં આવેલ ભૂકંપના આંચકા
13 માર્ચના રોજ બપોરના 3.58 કલાકે 3. 9ની તીવ્રતાનો આચકો અનુભવાયો
11 માર્ચના રોજ બપોરના 4.25 કલાકે 3. 9ની તીવ્રતાનો આચકો અનુભવાયો
10 માર્ચના રોજ સાંજના 7.01 કલાકે 3.2ની તીવ્રતાનો આચકો અનુભવાયો
08 માર્ચના રોજ રાતના 3.42 કલાકે 3. 3ની તીવ્રતાનો આચકો અનુભવાયો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT