રંગીલા RAJKOT એ PM નું કર્યું અદ્ભુત સ્વાગત, મોદી થયા નતમસ્તક
રાજકોટ : એરપોર્ટ પર મોદીને આવકારવા માટે યુવાનો રંગબોરંગી છત્રીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇને આવ્યા હતા. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી…
ADVERTISEMENT
રાજકોટ : એરપોર્ટ પર મોદીને આવકારવા માટે યુવાનો રંગબોરંગી છત્રીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇને આવ્યા હતા. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
રોડશોના રૂટ પર કુલ 60 થી પણ વધારે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેના આધારે ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમના રોડ શોમાં ભવ્ય સ્વાગતનો અદ્ભુત નજારો હતો. 1.5 કિલોમીટર લાંબા આ રોડ શોની બંન્ને બાજુ લોકો જ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.
જેના માટે તંત્ર અઠવાડીયા કરતા પણ વધારે સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા. પીએમના રોડ શોમાં લોકોએ ફુલનો વરસાદ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT