ગુજરાત માટે રવિવાર પણ રહ્યો લોહીયાળ, બાળક સહિત કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં
ગાંધીનગર : રાજ્યમાં ઉત્તરાયણના પર્વના દિવસે અનેક શહેરોમાં ચાઈનીઝ દોરીને કારણે કરૂણાંતિકા સર્જાઈ છે. ઉત્સવ અને ઉમંગના તહેવાર ઉત્તરાયણમાં કાતિલ દોરીને પગલે રાજ્યના અનેક શહેરોમાં…
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્યમાં ઉત્તરાયણના પર્વના દિવસે અનેક શહેરોમાં ચાઈનીઝ દોરીને કારણે કરૂણાંતિકા સર્જાઈ છે. ઉત્સવ અને ઉમંગના તહેવાર ઉત્તરાયણમાં કાતિલ દોરીને પગલે રાજ્યના અનેક શહેરોમાં ઉત્તરાયણ લોહીયાળ બની ચુકી છે. ભરૂચ, સુરત, અમદાવાદ, ગાંધીધામ અને ભાવનગરમાં આજે દોરીના કારણે મોતની ઘટનાઓ નોંધાઇ હતી. ગઈકાલે રાજ્યમાં દોરી વાગવાથી ત્રણ લોકોના મોત થવાની ઘટના સામે આવી છે.
ભરૂચમાં બાળકના ગળામા દોરી આવી જતા મોત
ભરૂચમાં બાળકના ગળામા દોરી ફસાઈ જતા બાળકનું મોત નિપજ્યું હતું. ભરૂચના વાગરા તાલુકાની મોસમ ચોકડી પાસે જ્યાં એક્ટિવાના આગળ ઉભેલા બાળકના ગળામાં દોરી વાગતા મોત નિપજ્યું હતું. પતંગની દોરી આવી જતા બાળકનું ગળુ કપાઇ ગયું હતું.
સુરતમાં પણ પતંગની દોરી વધારે એક વખત કાતિલ બની ગઇ હતી. જેમાં કામરેજમાં પતંગની દોરીના કારણે યુવકને ગંભીર ઇજા થઇ હતી. યુવાન બાઈક પર ફરવા નીકળ્યો હતો. આ વેળાએ યુવકના ગળામાં દોરી ફસાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી, યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. કામરેજ પોલીસે ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 14 દિવસમાં કામરેજમાં દોરીના કારણે 2 લોકોના મોત નિપજયા હોવાનું સામે આવતા ચકચાર મચી છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં ચાઈનીઝ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. કલોલ અંબિકા બ્રિજ પર એક 30 વર્ષીય યુવકનું દોરી વાગવાથી મોત નિપજ્યું છે. સરકારની સતત અપીલ છતા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. જેના પગલે રાજ્યમાં દોરીના વાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
આજે કચ્છના ગાંધીધામમાં દોરી ગળામાં આવી જતાં યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ રસ્તામાંઆ યુવાનને કાળ આંબી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
ભાવનગરમાં શહેરના લાલટાંકી વિસ્તારમાંથી એક પરિવાર બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો બાઇક પર આગળ બેઠેલી બાળકીનું ગળામાં પતંગની દોરી વાગતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી આથી પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT