Accident: લગ્નના બે મહિના પહેલા યુવક-યુવતીને કાળ ભરખી ગયો, પુલ પરથી નીચે ખાબકતા બંનેના મોત

ADVERTISEMENT

Gujarat Accident Latest News
Gujarat Accident Latest News
social share
google news
  • જામનગર-દ્વારકા રોડ પર અકસ્માત
  • લગ્નના બે મહિના પહેલા જ યુવક-યુવતીના મોત
  • ધુમ્મસના કારણે કાર પુલ નીચેથી નીચે ખાબકી

Road Accident: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મોતના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે. એવામાં આજે જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકતા મોત થયું છે.

યુવક-યુવતીને કાળ ભરખી ગયો

એક યુવક-યુવતી જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. આ યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ થયો છે. દ્વારકા જઈ રહેલા પરિવારના સભ્યોને લીંબડી નજીક અકસ્માત નડતાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા-લીમડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત

બીજી બાજુ સવારે બગોદરા-લીમડી હાઇવે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી છે અને બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT