દિવાળી દરમિયાન ગુજરાતીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બખ્ખા બોલાવ્યા
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : દિવાળીના વેકેશનમાં 70 હજાર કરતા વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા. રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવતા SoU માં મેળા જેવા…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : દિવાળીના વેકેશનમાં 70 હજાર કરતા વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા. રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવતા SoU માં મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા. દિવાળીના વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા ઉમટી પડ્યા હતા.
દિવાળીના મિની વેકેશનમાં હજારો લોકો ઉમટી પડ્યાં
દિવાળી ટાણે મિનિ વેકેશન જેવી સ્થિતિ સર્જાતા ગુજરાતનાં મોટા ભાગના ફરવા લાયક સ્થળો પર લોકોની ભીડ ઉમટી પડી હતી. તેવામાં ગુજરાતનું નવું વિકસી રહેલું પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. પ્રવાસીઓ હજારોની સંખ્યામાં કેવડીયા આવી રહ્યા છે. લોકો કેટલા મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં છે તેનો અંદાજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પાર્કિંગ જોઇને જ ખબર પડી જાય છે. પાર્કિંગમાં હજારો વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો. એક સમયે તો પાર્કિંગ સ્પેસ જ ઘટી પડી હતી.
જો કે લોકોએ મુશ્કેલીઓ જાણવા સ્થાનિક તંત્રએ ફીડબેક માંગ્યું
પ્રવાસીઓને બસોની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લઈ જવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરીની ટીકીટ એડવાન્સ બુકિંગ થઇ ગઇ છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જવા માટે પણ લોકો ઓફલાઈન ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા. એક અંદાજ મુજબ બે દિવસમાં 70 હજાર કરતાં પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ઉમટી પડ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અન્ય સ્થળો જેવા કે જંગલ સફારી તેમજ અન્ય સ્થળો પણ જોવા માટે પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે. જો કે પ્રવાસીઓની માંગ હતી કે, આટલી મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ આવતા હોય ત્યારે ઓનલાઇન ટિકિટ વિન્ડો વધારવા જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT