Duplicate Collector news: ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી, ‘કલેક્ટર છું બદલી કરાવી નાખીશ’, કેવી થઈ હાલત
Duplicate Collector news: ‘કલેક્ટર છું, જીહાં, કલેક્ટર છું. બદલી કરાવી દઈશ, પોલીસને સસ્પેડન્ડ કરાવી દઈશ’ આવી ધમકીઓ આપતા એક નકલી કલેક્ટરનો જ હવે સમય બદલાઈ…
ADVERTISEMENT
Duplicate Collector news: ‘કલેક્ટર છું, જીહાં, કલેક્ટર છું. બદલી કરાવી દઈશ, પોલીસને સસ્પેડન્ડ કરાવી દઈશ’ આવી ધમકીઓ આપતા એક નકલી કલેક્ટરનો જ હવે સમય બદલાઈ ગયો છે. પહેલા જેમ બિન્દાસ્ત રૌફ જમાવાતો હતો ત્યાં હવે જેલના સળિયા ગણવા પડી રહ્યા છે. આ ઘટના ગાંધીગરની છે અને પોતે કલેક્ટર હોવાનું કહી સસ્પેન્ડ કરવા, બદલી કરવાની દાટીઓ આપતો શખ્સ હવે પોલીસના સકંજામાં છે.
નકલી કલેક્ટર બની ફોન કરનાર પોલીસ પુત્ર નીકળ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે, પોલીસ સ્ટેશનમાં જ ફોન કરીને બદલી કરવાનું આ શખ્સે કહ્યું હતું. આરોપી અગાઉ પણ આવી રીતે અનેકવાર ફોન કરી ચુક્યો હતો. જેથી રાજ્યના સેવકની ખોટી ઓળખ આપવા મામલે હવે પોલીસે તેની સામે ગુનો નોંધી દીધો છે. પકડાયેલા શખ્સનું નામ જનક પંડયા છે. પોતે ડ્રાઈવિંગનો ધંધો કરીને ગુજારો કરતો હતો. જોકે જનક ઘણીવખત મહિલા પોલીસ મથકમાં પણ ફોન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જનકના પિતા પહેલા પોલીસમાં હતા. જે ઉપરાંત તેની બહેન પોલીસમાં નોકરી કરે છે.
Ambaji Bhadarvi Poonam Update: પગપાળા ભક્તો સાથે અમદાવાદથી અંબાજી પહોંચી 52 ગજની ધજા, કરો દર્શન
કલેક્ટર તરીકે ફોન કરીને સહુને ધંધે લગાડી દેનારા શખ્સ સામે ગુનો નોંધીને હવે ગાંધીનગર સેક્ટર 21 પોલીસે તેને પકડી પાડ્યા પછી કોર્ટમાં રજૂ કર્યો છે અને કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સ્વાભાવીક રીતે કલેક્ટરનો સીધો ફોન પોલીસ સ્ટેશનને આવે તો નાના કર્મચારીઓ સજ્જડબમ થઈ જ જાય. આવું જ કાંઈક જ્યારે આ શખ્સે કોલ કર્યા ત્યારે પણ થયું પરંતુ શંકા કરવી પોલીસનો ગમતો વિષય છે જે આ વ્યક્તિની સમજથી બહારનો હતો. આ શખ્સે પોલીસ મથક ઉપરાંત એક મહિલા હેડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને પણ કોલ કર્યા હતા. પીઆઈનો નંબર પણ માગ્યો હતો અને કહ્યું કે તમારા પર ફોન આવશે. આમ જ્યારે ફોન આવ્યો તો તેણે કહ્યું કે હું કલેક્ટર ચીરાગ શેખાવત બોલું છુ, તમારા પોલીસ સ્ટેશનમાં સંજયસિંહ કોણ છે, શું નોકરી કરે છે.? પીએસઓને લાગ્યું કે કલેક્ટર હશે, તો તેમણે સંજયસિંહ એટેચ તરીકે નોકરી કરતા હોવાનું કહ્યું તો કહે છે, એક એટેચ તરીકે નોંકરી કરે છે અને કલેક્ટરને ફોન અને મેસેજ કરીને પોલીસ સ્ટેશન બોલાવે છે? ક્યાં છે. આમ ફાંકાફોજદારીનો એક દૌર ચાલ્યો. પછી કહે છે કે ક્લાસ વન ઓફિસર છું હું છતા મને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવે છે. મેસેજ કરે છે. હું સસ્પેન્ડ કરાવી શકું છું અને બદલી પણ કરાવી દઈશ. આવી દાટી આપી ફોન મુકી દીધો.
ADVERTISEMENT
જોકે મામલો પોલીસની નજર સામે જ ઘટ્યો હતો અને પોલીસે તુરંત તપાસ શરૂ કરી તો આ શખ્સ બીજું કોઈ નહીં ડ્રાઈવિંગનો કામધંધો કરતો જનક નીકળ્યો. પોલીસે તુરંત એક્શન લીધી અને તેની ધરપકડ કરી કોર્ટ સામે રિમાન્ડ માગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ADVERTISEMENT