ST તંત્રની બેદરકારી આવી સામે, બસનો કાંચ તૂટતાં જ બે વિધાર્થી નીચે ખાબક્યા… Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠકકર, જામનગર: એસટીની ઘોર બેદરકારી અનેક વખત સામે આવી ચૂકી છે. આ દરમિયાન વધુ એક વખત બેદરકારી સામે આવી છે. ધ્રોલ -જોડિયા -જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી નીચે ખાબક્યાની ઘટના સામે આવી છે.બસમાં 125 લોકો સવાર હોવાની મુસાફરોમાં ચર્ચા જાગી હતી. બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થીઓ બસમાંથી નીચે ખાબક્યા હતા. બંને વિધાર્થીઓને સારવાર અર્થે જી જી હોસ્પિટલમાં લઈ ખસેડવામાં આવ્યા હતા.

ઓવર ક્રાઉડ ના કારણે વિદ્યાર્થીઓ અકસ્માત નો ભોગ બન્યા છે. ભોગ બનનાર પિંગળ દુષયતસિંહ પ્રતાપ સિંહ અને જાડેજા હરદિપસિહ પબુભાની ઓળખ થઈ છે. બંને વિદ્યાર્થી જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા. આ દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં અકસ્માત સર્જાયો હતો. એસટી બસે એકાએક બ્રેક મારતા આ અકસ્માતમાં બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખબકયા હતા.

આ પણ વાંચો: ગીર સોમનાથઃ સિંહો આગળ ચીકન લઈ જઈ ‘લાયન શૉ’ કરવો ભારે પડ્યો, જુઓ Video

ADVERTISEMENT

સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે
જામનગરના ગુલાબનગર સ્પીડબ્રેકર આવતા જ ડ્રાઇવરે બ્રેક મારી હતી. બસમાં વધુ પેસેન્જ ભરવામાં આવ્યા હતા. ત્યારે અચાનક કાચ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જો કે, બસમાં સવાર બે મુસાફરો નીચે કઈ રીતે પટકાયા તે પોલીસ અને એસટી વિભાગની તપાસ બાદ જ જાણી શકાશે.જો કે સદનસીબે મુખ્ય માર્ગ પર પાછળથી કોઈ વાહન ન આવતું હોવાથી જાનહાની સર્જાય ન હતી. બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT