ભારે વરસાદને કારણે રાજ્યમાં 275 માર્ગો બંધ, જનજીવન થયું પ્રભાવિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં 23 જુલાઇ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ભારે વરસાદને લઈ રાજ્યના 275 માર્ગો બંધ થયા છે. આ સાથે એસટી બસ પર પણ વ્યાપક અસર જોવા મળી છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં 275 માર્ગો બંધ થયા છે.જેમાંથી પોરબંદરમા એક નેશનલ હાઈવે બંધ થયો છે. જ્યારે 13 સ્ટેટ હાઇવે બંધ થયા છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામા 4 સ્ટેટ હાઇવે બંધ થયા છે. રાજકોટ, જામનગર અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ થયા છે. પંચાયત હસ્તકના કુલ 246 રસ્તા બંધ થયા છે. વલસાડ જીલ્લામાં 75 માર્ગો બંધ થયા છે. પોરબંદરમા 56 ,જુનાગઢમા 48, દેવભૂમિ દ્વારકામાં 15 અને નવસારીમાં 25 માર્ગો બંધ થયા છે. આ સાથે રાજ્યમાં અન્ય 15 માર્ગો બંધ થયા છે.

રાજ્યમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવ મળી રહ્યું છે. વરસાદને કારણે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધી છે. ત્યારે આ દરમિયાન જેતપુર તાલુકાના ૩ લોકોની લાશ મળી એક હજુ લાપતા છે. ભાવનગર જીલ્લામા એક વ્યક્તિનુ મોત થયું છે. આ સાથે અમરેલી જિલ્લામાં પણ એક વ્યક્તિનુ મોત થયું છે. જ્યારે જામનગરના ધરમપુરમાં એક વ્યક્તિ હજુ લાપતા છે.

ADVERTISEMENT

એસટી બસ પર પડી ભારે અસર
ભારે વરસાદના કારણે એસટી વ્યવસ્થાને વ્યાપક અસર થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 40 રુટ બંધ કરવામાં આવ્યા છે. 40 રુટ પરની 93 ટ્રીપ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારે વરસાદને લઈ ને 3 ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામા એક એક ગામમાં લાઈટ બંધ થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ૭૪ ગામોમા પુરવઠો પુર્વવત કરાયો

    follow whatsapp

    ADVERTISEMENT