સુરતમાં એસ.ટી બસે રસ્તે ઊભેલા ટેમ્પોને ટક્કર મારી, તપાસમાં ડ્રાઈવર-કંડક્ટર બંને દારૂ પીધેલા મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: મહુવાના વલવાડાથી ઉનાઈ-નવસારી જતી એસ.ટી બસના ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકીને ડ્યૂટી કરતા ઝડપાઈ ગયા હતા. ડ્રાઈવરે દારૂ પીને વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જે બાદ લોકોએ જ પોલીસને જાણ કરીને બ્રેથ એનાલાઈઝરથી બંનેની તપાસ કરવાનું કહ્યું, જેમાં બંને દારૂના નશામાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત એસ.ટી સલામત સવારીના સૂત્રના એકદમ વિપરીત મહુવાના વલવાડા ગામેથી નવસારી જતી એસ.ટી બસમાં ડ્રાઈવરે દારૂના નશામાં રોડની સાઈડમાં ઊભેલા ટેમ્પોને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો. જે બાદ તેના નશામાં હોવાની પોલ ખુલી ગઈ હતી. બીજી તરફ કંડક્ટર પણ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. બંને એટલા નશામાં હતા કે બોલવાનું પણ ભાન નહોતું, જેથી સ્થાનિકો દ્વારા મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ નહીં એટલે બસને ત્યાં જ અટકાવી દીધી હતી.

સાથે જ રોષે ભરાયેલા લોકોએ મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરતા પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેમાં પોલીસ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવતા બંને દારૂના નશામાં હોવાનું સામે આવતા પોલીસે બંનેને મહુવા પોલીસ સ્ટેશને લઈ જઈને મેડિકલ ચેકઅપ કરાવી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT