રાજ્યમાં એક દિવસમાં બીજી વખત ઝડપાયું ડ્રગ્સ, ભરૂચથી 1000 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

ADVERTISEMENT

drugs
drugs
social share
google news

અમદાવાદ: રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આજે ગુજરાતમાં એકજ દિવસમાં બે જગ્યાએથી ડ્રગ્સ ઝડપાયું છે. જ્યારે ભરૂચના ઈતિહાસની સૌથી મોટી ડ્રગ્સની રેડ કરવામાં આવી છે. ભરૂચના પાનોલી GIDCની એક જ કંપનીમાં 3 દિવસમાં બે રેડ કરવામાં આવી હતી.

ભરુચની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આજે મંગળવારના રોજ ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા ભરૂચ જિલ્લામાં ઓહાપો મચી ગયો છે. 3 દિવસમાં કંપનીમાંથી 1300 લીટર લિક્વીડ અને 83 કિલો પાઉડર ફોર્મમાં ડ્રગ્સ જપ્ત કરાયું છે જેની અંદાજીત કિંમત 1383 કરોડ હોઈ શકે છે.

​​​​​​ભરુચના પનોલી જીઆઈડીસી વિસ્તારમાં ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની આવેલી છે. આ કંપનીમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટને માહિતી મળી હતી. ત્યાર બાદ મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે 13મી ઓગસ્ટના રોજ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરીને લગભગ 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે છેલ્લા 3 દિવસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1383 કરોડ રૂપિયા જેટલી થાય છે. ટીમે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની પરથી એક મહિલા સહિત 7 આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

ભરૂચ જિલ્લા SOGની ટીમે પુનઃ પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રેડ કરી હતી. આ કંપનીમાંથી SOGની ટીમે અંદાજીત 80થી 90 કિલો જેટલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હોવાની માહિતી મળી આવી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત 80થી 100 કરોડ જેટલી થાય છે. આમ ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. 5 વર્ષ પહેલાં રૂ.442 લાખમાં અસ્તિત્વમાં આવેલી કંપની દેશ અને યુવધનને બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહી હતી.  મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લિ યુનિટે આ ષડયંત્ર નિષ્ફળ કર્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT