પત્ની સાથે કચરાની ગાડી ચલાવતા ડ્રાઇવરને કઢંગી હાલતમાં જોઇ ગયો પતિ અને પછી…
અમદાવાદ : મુળ રાજસ્થાની અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) કચરા ગાડી ચલાવનારા યુવકને એક પરણીત મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આ મુદ્દે મહિલાના પતિને ખબર…
ADVERTISEMENT
અમદાવાદ : મુળ રાજસ્થાની અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) કચરા ગાડી ચલાવનારા યુવકને એક પરણીત મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આ મુદ્દે મહિલાના પતિને ખબર પડતા તેણે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવક માન્યો નહોતો અને બંન્નેએ સંબંધો ચાલુ રાખ્યા હતા. જેથી કંટાળેલા પતિએ આખરે પોતાના મિત્ર સાથે મળીને આખરે પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી.
પત્નીના પ્રેમીની હત્યા કરીને લાશ પીરાણા નજીક ફેંકી
પુરૂષે પોતાની પત્નીના પ્રેમીની હત્યા કરીને તેનો મૃતદેહ પીરાણા કચરાના ઢગલામાં સંતાડી દીધો હતો. લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. હાલ તો નારોલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે. રાજસ્થાનના મુળ રહેવાસી રમેશ મહીડાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. રમેશ કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો ભાઇ રાજેન્દ્ર ઉર્ફે રાજુ કોર્પોરેશનની કચરાની ગાડી ચલાવતો હતો.
રાજુ મહીડાનો પરિવાર રાજસ્થાનમાં રહેતો હતો
રાજેન્દ્ર ઉર્ફે રાજુ મહીડાનો પરિવાર પત્ની સુશીલા અને બે બાળકો સાથે રાજસ્થાન રહેવા માટે જતો રહ્યો હતો.ગત્ત 7 સપ્ટેમ્બરે પત્નીએ રાજેન્દ્રને કોલ કર્યો અને સામાન્ય વાત કરી હતી. ત્યાર બાદ મોડી રાત્રે કોલ કર્યો તો ફોન સ્વિચઓફ આવતો હતો. બીજા દિવસે તેની પત્નીએ રાજેન્દ્રની શોધખોળ કરી છતા તે મળ્યો નહોતો. જેથી તેણે પરિવારને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ફરિયાદ તેમણે દાખલ કરાવી હતી.
ADVERTISEMENT
મૃતદેહને ખરાબ રીતે ચુંથાઇ ગયેલો હતો
પોલીસે તપાસ કરતા એક લાશ ગ્યાસપુર એએમસીની લેન્ડ ફિલ્ડ સાઇટ પર એક ખુણામાંથી લાશ મળી હતી. દરમિયાન પરિવારને બોલાવતા તેઓએ રાજેન્દ્રનો મૃતદેહ હોવાનું ઓળખી બતાવ્યું હતું. જાનવરો મૃતદેહને ખાઇ ગયા હતા.મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સુરપાલ રમેશભાઇ ગરાસિયા એક વર્ષ પહેલા જ પંકજ ભરવાડને ત્યાં ડ્રાઇવરની નોકરી કરતો હતો અને તેણે જ હત્યા કરી નાખી હતી. અગાઉ તેણે રાજેન્દ્ર અને પોતાની પત્ની હીનાને કઢંગી હાલતમાં પકડી લીધા હતા.
ADVERTISEMENT