ડો. અતુલ ચગ આત્મહત્યા મામલામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા નારણ ચુડાસમા સામે નોંધાઈ ફરિયાદ
વેરાવળઃ ડો. અતુલ ચગની આત્મહત્યાના મામલામાં સાંસદના પિતા સામે હવે ફરિયાદ નોંધાઈ છે. અતુલ ચગના આપઘાતના મામલામાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમા…
ADVERTISEMENT
વેરાવળઃ ડો. અતુલ ચગની આત્મહત્યાના મામલામાં સાંસદના પિતા સામે હવે ફરિયાદ નોંધાઈ છે. અતુલ ચગના આપઘાતના મામલામાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પર 174 કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદમાં ભર બજારે, ધોળા દિવસે, પોલીસ ચોકીની નજીક હથોડી મારી આંગડિયા પેઢીના 13 લાખ લૂંટાયા
સ્યુસાઈડનોટમાં સાંસદ અને સાંસદના પિતાનો ઉલ્લેખ
ગત 12 ફેબ્રુઆરીએ વેરાવળમાં સેવાભાવી નામ ધરાવતા લોહાણા સમાજના ડો. અતુલ ચગે એમ ડી એ હોસ્પિટલમાં પંખા સાથે ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. કરોડોના મામલામાં અતુલ ચગ દ્વારા આપઘાત કરાયાની વિગતો સામે આવી હતી. આ ઘટનામાં રાજકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે આ મામલામાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ આવ્યું હતું. આ મામલામાં સામાજીક આગેવાનો ઉપરાંત રાજકીય નેતાઓ અને જાણીતા તબીબો પણ દોડી આવ્યા હતા. ફાંસો ખાઈ લીધેલા ડો. ચગની એક સ્યુસાઈડનોટ મળી હતી. જેમાં તેમણે આપઘાત પાછળ નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરું છું તેવું લખ્યું હતું. નાણાંકીય લેવડદેવડના કારણે તેમણે આપઘાત કર્યાનું પ્રારંભીક ધોરણે સામે આવ્યું હતું. હવે આ મામલામાં સાંસદ અને તેમના પિતા નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT