પાટીલ સહિત હીરાના વેપારીઓએ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તારીખ નક્કી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના સુરત શહેરમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેનું નામ છે સુરત ડાયમંડ બુર્સ. અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાના વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન શહેરમાં સ્થિત પેન્ટાગોન ગણાતી હતી, જે હવે તેની પાસેથી આ બિરુદ્ધ છિનવાઇ જશે.ત્યારે સુરત ડાયમંડ બુર્સ તૈયાર થઈ ચૂક્યું છે. આ દરમિયાન સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા મામલે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં હીરાના વેપારીઓએ સંસદભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદી 15 ડિસેમ્બર બાદ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે

સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ સિટીના નામે પ્રખ્યાત છે અને હવે વધુ એક ખાસિયતથી તેનું મહત્વ ઘણુ વધી જશે. ગુજરાતના સુરત શહેરમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ત્યારે આ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટેની તારીખ માટે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં હીરાના વેપારીઓએ સંસદભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં 12 વેપારીઓનું ગ્રુપ પ્રધાનમંત્રી ને મળ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીરાના વેપારીઓને મળ્યા બાદ પોતાની સંમતિ આપી હટી અને તે 15 ડિસેમ્બર બાદ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે તેમ જણાવ્યું હતું. વેપારીઓએ સુરતથી ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા પણ પીએમને રજૂઆત કરી હતી.

3000 કરોડમાં તૈયાર થયું છે ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સ 35 એકરમાં ફેલાયેલું, 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધારે વિસ્તાર અને 15 માળના સુરત ડાયમંડ બોર્સની બિલ્ડિંગ બનાવવા પાછળ કુલ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. દુનિયાભરમાં જેમ્સ કેપિટલના નામ પ્રસિદ્ધ આ બિલ્ડિંગ ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ની જેમ રહેશે. અહીં હીરની પોલિશિંગ – કટિંગથી માંડી હીરાના વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ બિલ્ડિંગનું સમગ્ર માળખું નવ લંબચોરસ સ્વરૂપમાં છે. આ તમામ નવ ઈમારતો એકબીજા સાથે જોડાયેલ છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: બ્રિજેશ દોશી, અમદાવાદ)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT