ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન: ગરબામા તિલક અને ગંગાજળ-ગૌમુત્રનું આચમન ફરજીયાત કરાવો
અમદાવાદ : અંબાજીમાં બાબા બાગેશ્વર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર લગાવાયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજક દ્વારા આજે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં…
ADVERTISEMENT
અમદાવાદ : અંબાજીમાં બાબા બાગેશ્વર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર લગાવાયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજક દ્વારા આજે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હિંદુઓને જગાવવા માટે આ કથાનું આયોજન થયું છે. સમય આવી ચુક્યો છે કે, નાત જાતના વાડા ભુલીને હવે સમગ્ર હિંદુ સમાજ એક થાય.આ જાગૃતી માટે જ તેઓ પગપાળા યાત્રાનું આયોજન કરી રહ્યા છે.
યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ચાલી રહ્યો છે
યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સેંકડો ભક્તો ઉમટી પડ્યાં છે. પત્રકાર પરિષદમાં શાસ્ત્રીએ કહ્યું કે, સનાતનએ કોઇ ધર્મ નહી પરંતુ જીવન જીવવાની પરંપરા છે. વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રાનું આયોજન કરશે. હિંદુઓને જગાડવા અને પગપાળા યાત્રા કરવાનું આયોજન કરી રહ્યા છીએ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, તમામ લોકોની અરજી બાલાજી સ્વિકારે છે. મારી અરજી માતા અંબાએ સ્વિકારી છે.
ગૌમુત્રનું આચમન ફરજીયાત કરવામાં આવે તે જરૂરી
દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ગરબામાં પ્રવેશ માટે તિલક અને ગંગાજળના છંટકાવ ફરજીયાત કરવામાં આવ્યો છે તે અંગે પુછાયું હતું. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, સનાતન જીવનનો રસ્તો છે. તેનાથી સમગ્ર વિશ્વમાં શાંતિ થશે. સતત રાજ્યમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે. ગરબા રમવા માટે મુસ્લિમ યુવકો પર પ્રહારો કર્યા હતા. ભાઇચારાના નામે આપણી ભોળી દિકરીઓને ભોળવે છે. ગરબામાં આવતા લોકોએ ગંગાજળનો છંટકાવ કરીને ગૌમૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઇએ.
ADVERTISEMENT
ADVERTISEMENT