ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ્દ, કલાકાર કિંજલ દવે અને હિંદુ મહાસભાના સંતો અને ભક્તો રવાના

ADVERTISEMENT

Bageshwar sarkar
Bageshwar sarkar
social share
google news

અમદાવાદ : બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ અંબાજી શક્તિપીઠના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી સાંજે તેઓ પોતાના દિવ્ય દરબાર પર પરત આવે તે પહેલા જ તોફાની વરસાદ શરૂ થઇ જતા દિવ્ય દરબાર રદ્દ થયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના ઓગણજ વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. ધમાકેદાર વરસાદના કારણે લોકો અધવચ્ચેથી જ કાર્યક્રમમાં ભાગદોડ થઇ ગઇ હતી. લોકો કાર્યક્રમ છોડીને રવાના થયા હતા. ભારે પવન સાથે વરસાદથી મંડપમાં પાણી ઘુસી ગયા હતા. લોકો વરસાદથી બચવા માટે ખુરશી માથે ઓઢીને ભાગ્યા હતા.

ઓગણજમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો સહિતના અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર હતા. દરમિયાન ઓગણજમાં ભારે પવન સાથે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી. હિંદુ અગ્રણીઓ કાર્યક્રમને રદ્દ કરીને કાર્યક્રમ છોડીને રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હતો. જો કે આવતીકાલે દરબારનું આયોજન થશે કે કેમ તે અંગે પણ સવાલ છે. આવતીકાલે આ આયોજન અંગે આયોજકો દ્વારા સત્તાવાર કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. આ વરસાદી વિઘ્ન ન આવે તે માટે 29 મે નો કાર્યક્રમ રાબેતા મુજબ આયોજીત થશે.

આજે સાંજે 6.30 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના સેટેલાઇટ, એસજીહાઇવે, સરખેજ, વસ્ત્રાપુર, સીજી રોડ, બોપલ, ઘુમા, બોડકદેવ, ઇસનપુર, શાહપુર, જશોદાનગર, હાટકેશ્વર, બોપલ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, વાડજ, અખબારનગર, આરટીઓ સર્કલ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર, મણિનગર, રાયપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. માર્ગો પર નદીઓ વહેતી થઇ હતી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેના કારણે ભારે ટ્રાફીકજામ પણ સર્જાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT