‘ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, જે આંધળા ભક્તો હોય તેમને ભગવાન માફ કરે’, શંકરસિંહ વાઘેલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: જ્યારથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદનો વંટોળ શરૂ થયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર’ યોજાવાનો છે જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તો આ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે, જેમણે બાગેશ્વર બાબાને ભાજપનું માર્કેટિંગ બતાવી દીધું છે.

શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને બતાવ્યા ધતિંગ કરનારા
સુરત પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વર બાબાના આવવા પર કહ્યું કે, આ ભાજપનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ કરવાળા આ દેશમાં કોઈ ભૂખ્યા નથી મરતા, મજા-મજા છે એમને. ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. જે-જે આંધળા ભક્તો હોય તેમને ભગવાન માફ કરે. એટલે ભારતીય જનતા પાર્ટી આવા લોકોનો ઉપયોગ કરીને ખોટો ચમત્કારના નામે નાટક કરવાના, એ નાટક બંધ થવા જોઈએ. વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ. આ યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય. પછી તો બધા જે ભક્યો હોય એ જે કરે તે ભોગવે. ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહી છે. ધ કેરલા સ્ટોરી, બજરંગબલી બધુ ભાજપનું કોલોબ્રેશન છે.

સુરત, અમદાવાદ, રાજકોટમાં બાબાનો વિરોધ
નોંધનીય છે કે, ગુજરાતમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમ પહેલા જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે. સુરતમાં હીરા વેપારીએ તો અમદાવાદમાં તબીબે બાગેશ્વર બાબાને ચેલેન્જ આપેલી છે. રાજકોટમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે કલેક્ટરને પણ આવેદનપત્ર આપીને કાર્યક્રમને મંજૂરી ન આપવા માટે કહેવાઈ રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT