ગૃહમંત્રીના નજીકના ધવલ આચાર્ય પર લાગ્યો ગંભીર આરોપ, પત્રકારે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય વિવાદમાં સંપડાયા છે. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય પર ગંભીર આક્ષેપો કરનાર મીઠું ચૌહણે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નર્મદા કેનાલ માં જંપલાવી આત્મહત્યાની કોશિશ કરી. ફાયર વિભાગની મદદથી કેનાલમાં આત્મહત્યા કોશિશ કરનાર મીઠું ચૌહાણને બચાવી લેવાયો. ત્યારે ગાંધીધામનાં એક દલિત આગેવાન અને પત્રકારનો કચ્છ ભાજપનાં નેતાઓ પર ગંભીર આક્ષેપનો વિડિયો વાયરલ થયો છે.

મીઠું ચૌહાણે ગૃહમંત્રીના નજીકના ગણાતા ધવલ આચાર્ય પર ગંભીર આરોપ લગાવતા એક વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, મારા ઘરમાં મમ્મી પપ્પા અને માંરી પત્ની સહિત ચાર છોકરા છે. મે થોડા દિવસ પહેલા એક અરજી આપી હતી. મારા પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ત્યારે માંરી ફરિયાદ દાખલ કરવામાં આવતી ન હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે તમે ફરિયાદ દાખલ કરવા આવો ચો ત્યારે રાજ્યના ગૃહમંત્રીના નામે ધવલનો ફોન આવે છે. જેથી અમે ફરિયાદ દાખલ કરી નથી શકતા. અમારા હાથ બાંધેલા છે. તમે હાઇકોર્ટમાં જાવ. હું જ્યારે ગંગારામ પર ફરિયાદ દાખલ કરવા જાવ છું ત્યારે ધવલ વચ્ચે આવે છે. તમના પર એક ડઝન કેસ દાખલ છે. માંરી અરજી લેતા નથી. ધવલ કહે તેમ પોલીસ ખાતું ચાલે છે. હેમા દેવીને બહેનની જેમ રાખી છે. તેમણે

હું કોઈ દિવસ વીડીયો બનાવટો નથી. મે હમેશાં સારા કામ જ કર્યા છે. આખા કચ્છમાં માંરી સારી છાપ છે. છતાં હેમા દેવીએ સગા પપ્પા પર છેડછાડીનો કેસ કર્યો છે. તેમણે શૈલેશ મકવાણા પર પણ પૈસાની માંગણી કરી હતી અને લગ્નનું દબાણ કરવામાં આવ્યું હતું. જો લગ્ન નહીં કરે તો બળાત્કારની ફરિયાદ કરીશ તેમ ધમકાવ્યો હતો. ધવલ આચાર્યના કહેવાથી ફરિયાદ દાખલ કરી છે. મારા આત્મહત્યા કરવા પાછળ પંકજ ઠક્કર, ધવલ આચાર્ય, ગંગારામ ભાનુશાલી, મનોજ ભાનુશાલી, પ્રકાશ અને તેના જોડે હતા તે યોગેશને મુક્તા નહીં. કચ્છે મને સારો સહકાર આપ્યો છે. મારા પરિવારનું ધ્યાન રાખજો અને માંરી દીકરીને સારી શાળામાં ભણાવજો. ધવલને મુકજો નહીં. સારા અધિકારીને તપાસ આપજો.

ADVERTISEMENT

(જોકે વાયરલ થયેલા વીડિયોની પુષ્ટી ગુજરાત તક નથી કરતું)

    follow whatsapp

    ADVERTISEMENT