ગોધરામાં હજારો પોલીસનો ખડકલો, કાલે ગણેશ વિસર્જન પહેલા જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ : આવતી કાલથી ગણેશ વિસર્જનની શરૂઆત થઇ રહી છે ત્યારે જિલ્લાના સૌથી સેન્સિટિવ ગણાતા વિસ્તાર ગોધરામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેન્જ આઇજી દ્વારા અપાયેલા નિર્દેશ અનુસાર અહીં પોલીસ, હોમગાર્ડ સહિતનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગોધરાના ગણેશ વિસર્જનના મુખ્ય રૂટ્સ પર વિશેષ પોલીસ બદોબસ્ત ગોઠવવાની સાથે અત્યારથી બાતમીદારોને પણ પોલીસ દ્વારા સક્રિય કરી દેવામાં આવ્યા છે. જેથી કાલે કોઇ અઘટીત ઘટના ટાળી શકાય.

આવતી કાલે ગણેશ વિસર્જન થવાનું છે
આવતી કાલે 05-09-2022 ના રોજ ગોધરા શહેરમાં ગણેશ વિર્સજન યોજાનાર છે. જેમાં 2 એસપી, 11 ડીવાયએસપી, 43 પીઆઇ તથા 94 પીએસઆઇ અને 1207 હેડકોન્સ્ટેબલ, પોલસ કોન્સ્ટેબલ, 131 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 754 હોમગાર્ડ અને SRP ની કુલ પાંચ કંપનીઓ ફરજ પર મુકાઇ છે. ૩૫૦ SRP અને RFO ની એક કંપની જેમાં ૭૫ જવાનો મળી કુલ- 2666 જેટલા અધિકારી કર્મચારીઓ સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે.

ગોધરા શહેરનાં તમામ શક્ય રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
ગોધરા શહેરમાં આવેલ વિશ્વકર્મા ચોકથી ગણેશ સ્થાપના કરેલ મુર્તીઓને પ્રોશેસનનું પ્રસ્થાન થનાર હોય વિશ્વકર્મા ચોકથી નીકળી નીચવાસ બજાર, બીસમીલ્લા મસ્જીદ, રાણી મસ્જીદ, પોલન બજાર, ચોકી નંબર ૭ સ્ટેશન ધક્કા રોડ ચોકી નંબર ૬ થી પીમ્પુટકર ચોક થઇ હોળી ચકલા રામસાગર તળાવમાં વિર્સજન કરાશે. પ્રોશેશનના રૂટ ઉપર ફલેગ માર્ચનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ગોધરા શહેરમાં ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે તમામ જવાનોને જરૂરી માર્ગદર્શન અને સુચનો આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ: શાર્દુલ ગજ્જર)

    follow whatsapp

    ADVERTISEMENT