અમદાવાદની કોર્ટેથી લાગ્યો દિલ્હી LGને 440 વોલ્ટનો ઝટકો, જાણો શું છે 21 વર્ષ જુનો કેસ

ADVERTISEMENT

અમદાવાદની કોર્ટેથી લાગ્યો દિલ્હી LGને 440 વોલ્ટનો ઝટકો, જાણો શું છે 21 વર્ષ જુનો કેસ
અમદાવાદની કોર્ટેથી લાગ્યો દિલ્હી LGને 440 વોલ્ટનો ઝટકો, જાણો શું છે 21 વર્ષ જુનો કેસ
social share
google news

અમદાવાદઃ અમદાવાદની એડિશનલ મેટ્રોપોલિટન કોર્ટથી દિલ્હી એલજીને મોટો ઝટકો મળ્યો છે. પોતે હાલ દિલ્હીના સંવૈધાનીક પદ પર હોવાને કારણે ક્રિમિનલ ટ્રાયલમાંથી રાહત મળવી જોઈએ તેવી તેમણે કોર્ટ સામે માગણી કરી હતી. જોકે કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. આપને અહીં જણાવી દઈએ કે 21 વર્ષ પહેલા સાબરમતી ગાંધી આશ્રમ ખાતે મેધા પાટકર સહિતના લોકો પર કરવામાં આવેલા હુમલાના કેસમાં V K Saxenaના આરોપી છે.

ચોંકાવનારા CCTV: મહેસાણામાં ઈકો કારે ટક્કરે બાળકો-મહિલાઓને કચડી નાખ્યા

21 વર્ષ પહેલાના ક્રિમિનલ કેસ પર ટ્રાયલ ચાલવાની છે. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં સામાજિક કાર્યકર્તા Medha Patkar અને બીજા લોકો પર હુમલો કરવાનો આરોપ વી કે સક્સેના પર છે. ત્યારે Delhi LG વી કે સકસેનાએ કોર્ટમાં અરજી કરીને પોતાના પર ચાલી રહેલા ક્રિમિનલ કેસમાં ટ્રાયલ રોકવાની માગ કરી હતી. કોર્ટમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીના તે Lieutenant Governor પદ પર છે. જે કારણે સંવૈધાનિક રીતે પદ પર હોવાને કારણે ક્રિમિનલ ટ્રાયલમાંથી તેમને રાહત મળવી જોઈએ. જોકે કોર્ટે આ માગણીનો અસ્વિકાર કરીને તેમની અરજી ફગાવી દીધી છે.

ADVERTISEMENT

મહિલા સાથે ગુંડાગીરી કરનાર દિલ્હીના એલજીઃ AAP
ગુજરાતના સાબરમતી આશ્રમમાં એક જૂથ સાથે મારપીટના મામલે આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીના એલજી પર નિશાન સાધ્યું છે. કોર્ટના દસ્તાવેજો બતાવતા AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના સામે 2002થી ફોજદારી કેસ ચાલી રહ્યો છે. આરોપી નંબર 4 એટલે કે દિલ્હી એલજીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના રક્ષણ હેઠળ ગુજરાત કોર્ટમાં અરજી કરી હતી કે જ્યારે એલજી બંને પોસ્ટ પર નથી. અરજીમાં એલજીએ પોતાને રાજ્યપાલથી ઉપર જાહેર કર્યા છે. આ જૂઠું છે. આશ્ચર્યની વાત એ છે કે આ મામલે ગુજરાત સરકાર મૌન રહી હતી. શરમજનક બાબત છે કે મહિલા સાથે ગુંડાગીરી કરનાર વ્યક્તિ દિલ્હીના એલજી છે અને ત્યાં ભાજપની સરકાર હોવાથી 2002થી ટ્રાયલ શરૂ થવા દેવામાં આવી નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

સુરતમાં બિલ્ડર્સ સાથે 42 કરોડનું ચીટિંગ કરનાર ગુડ્ડુ પોદ્દાર ઝડપાયો

(આપ નેતાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાનો વીડિયો બતાવ્યો અને આરોપ લગાવ્યો કે એલજી ગુજરાતના સાબરમતી આશ્રમમાં મેધા પાટકર અને અન્ય સામાજિક કાર્યકરોના જૂથ સાથે ગુંડાગીરી કરતા જોવા મળ્યા હતા.)

સૌરભ ભારદ્વાજે કહ્યું કે વિનય કુમાર સક્સેના આરોપી છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં અન્ય લોકોની જેમ તેમના પર પણ કાયદાની કલમો લાગુ પડે છે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT