AAP ધારાસભ્યએ કહ્યુંઃ યુવતીને ઢસેડીને મારી નાખનાર BJPનો કાર્યકર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ દિલ્હીના કંઝાવલામાં યુવતીના મોત પર સમસ્ત દેશ હચમચી ગયો છે. જે રીતે એક ગાડીએ યુવતીને ઘણા કિલોમીટરો સુધી ઢસેડી, દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા છે. હવે આ મામલામાં ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તે તાત્કાલીક અસરથી આ ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ સોંપે. તેમની તરફથી વરિષ્ઠ અધિકારી શલિની સિંહને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જલ્દી જ રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરો. આ તરફ પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી નહીં કરે અંતિમ સંસ્કાર નહીં કરવા સુધીની વાત કરી છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો દાવો છે કે આ ઘટનાનો આરોપી ભાજપનો કાર્યકર છે.

શું છે આ સમગ્ર મામલો?
જાણકારી માટે તમને જણાવી દઈએ કે રવિવારે વહેલી સવારે દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. શરીરના ઘણા ભાગો વિકૃત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે કારમાં સવાર 5 યુવકોએ યુવતીને ટક્કર મારી, પછી તેને 10થી 12 કિમી સુધી રસ્તા પર ઢસેડી લીધી હતી, જેના કારણે તેનું મોત થયું. જ્યારે દિલ્હી પોલીસે મૃતદેહ મળ્યા બાદ તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળેથી થોડે દૂર એક સ્કૂટી પણ પડી હતી, જે અકસ્માતના કારણે તૂટેલી હાલતમાં હતી. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી.

હવે પોલીસે આ મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ હજુ પણ અનેક મુદ્દે તપાસ ચાલી રહી છે. મામલાની સંવેદનશીલતાને સમજીને ખુદ ગૃહમંત્રી અમિત શાહ આ મામલે સક્રિય થયા છે. તેમણે પોલીસ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. મોટી વાત એ છે કે શાહે ભાર પૂર્વક કહ્યું છે કે, પોલીસે તેમને આ મામલાની સંપૂર્ણ માહિતી તાત્કાલિક આપવી જોઈએ.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ શું કહ્યું
આપના ધારાસભ્ય દિલ્હીના ડેપ્યુટી સ્પીકર એવા રાખી બિડલાએ એક મીડિયા સાથેની વાતચિતમાં એવો દાવો કર્યો છે કે આ આરોપી ભાજપ સાથે સંકળાયેલો છે, માટે પોલીસ આરોપીનો બચાવ કરે છે. પોલીસ ભાજપના દબાણ નીચે કામ કરી રહી છે. આ તો કેવી કાર્યવાહી છે કે ખુદ પરિવારને યુવતીનો મૃતદેહ બતાવવામાં આવ્યો ન્હોતો.

પોલીસે શું કહ્યું?
આ મામલામાં દિલ્હી પોલીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવેદન જાહેર કર્યું છે. તે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દીપક ખન્ના કાર ચલાવી રહ્યો હતો. તે ગ્રામીણ સેવામાં કામ કરે છે. આ સિવાય કારમાં અમિત ખન્ના, ક્રિષ્ના, મનોજ અને મિથુન બેઠા હતા. સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવાની ટાઈમલાઈન બનાવશે. તેના આધારે આરોપીઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જતા હતા તે જાણી શકીશું. ઢસેડીનેને લઈ જવા અંગે પોલીસે જણાવ્યું કે લાશ કારમાં ફસાઈ ગઈ હતી. 10 થી 12 કિમી સુધી ઢસેડાઈ છે. ક્યાંક વળતી વખતે લાશ રસ્તા પર પડી હતી. આવતીકાલે પીએમનો રિપોર્ટ આવશે, તે પણ પોલીસ શેર કરશે.

ADVERTISEMENT

હવે આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. એલજીના નિવાસને આમ આદમી પાર્ટીએ ઘેરી લીધો છે. રાજધાનીને ક્રાઈમ સિટી જાહેર કરવામાં આવી છે. સૌરવ ભારદ્વાજે ટ્વીટ કરીને કહ્યું છે કે હાલમાં ભાજપના તમામ સાત સાંસદો ગાયબ છે.

ADVERTISEMENT

પરિવારે શું કહ્યું…
મૌલાના આઝાદ મેડિકલ કોલેજની બહાર એક સંબંધીએ કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી, ઉપરાજ્યપાલને નિવેદન કરું છું કે, તે પાંચ લોકોને સખ્તથી સખ્ત સજા મળવી જોઈએ. જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળી જતો નથી. અમે અંતિમ સંસ્કાર કરવાના નથી. કાલે સાંજે ત્રણ વાગ્યા સુધીમાં અમને આશા છે કે સ્પેશ્યલ રિક્વેસ્ટ પર પીએમ રિપોર્ટ મળી જશે. પોસ્ટ મોર્ટમનું પ્રોપર રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT