ડીસા મર્ડરઃ રાત્રે દારુ પીધો, મીજબાની ઉડાવી, જમવાના સમયે કજિયો થતા મિત્રનું ઢીમ ઢાળી દીધું
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ડીસામાં ઓવરબ્રિજ નીચે યુવકની હત્યા કરનાર હત્યારો ઝડપાયો છે. જોકે હત્યા પાછળનું કારણ ચોંકાવનારું છે. એવું હતું કે હત્યારો અને જેની હત્યા થઈ…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ડીસામાં ઓવરબ્રિજ નીચે યુવકની હત્યા કરનાર હત્યારો ઝડપાયો છે. જોકે હત્યા પાછળનું કારણ ચોંકાવનારું છે. એવું હતું કે હત્યારો અને જેની હત્યા થઈ તે બંન્ને મિત્રો હતાં. જેઓએ રાત્રી સમયે મિજબાની ઉડાવી, દારૂ પીધો હતો અને જમવાં જતા થયેલા કજિયામાં હત્યારાએ પોતાના મિત્રની લાકડીઓ મારી હત્યા કરી હતી. મામલાની વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
કેવી રીતે બન્યો બનાવ?
ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં રહેલા હત્યાના આરોપીનું નામ ઈશ્વર શંકર માજીરાના છે. જે ભંગાર વેચવાની ફેરી કરતો હતો. જેમાં રાત્રી સમયે તે પોતાના મિત્ર શ્રવણ વિરમભાઇ રાવલ સમયે ડીસા ઓવરબ્રિજ નીચે મિજબાની માણી રહ્યો હતો અને જમવાની વાતમાં તકરાર થતાં તેણે પોતાના મિત્રને પ્રથમ લાકડીઓ ફટકારી, તે બાદ પથ્થરોથી તેનું માથું છૂંદી હત્યા કરી નાખી હતી.
2000 ની નોટો બંધ કરવી હતી તો શરૂ કેમ કરી? જાણો વિપક્ષ 2000 નોટ પ્રતિબંધ અંગે શું કહે છે
પોલીસ સામે કબુલ્યો ગુનો
જોકે વહેલી સવારે લોહી લુહાણ હાલતમાં યુવકની લાશ મળી હતી.અને ડીસા દક્ષિણ પોલીસે ડીસા માર્કેટ યાર્ડ આજુબાજુના સીસીટીવી ચેક કરતા હથિયારો અને મરણ જનારના દ્રશ્યો મળી આવ્યા હતા. જે બાદ આરોપીની ઓળખ થતા પોલીસે તેને પોલીસ મથકે લાવી લાલ આંખ કરતાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને મિત્રની હત્યા તેને કરી હોવાનું કબૂલ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT