ગાંધીનગરમાં 5 વર્ષની બાળકીના દુષ્કર્મીને ફાંસીની સજા, સેક્સ મેનિયાકે 10 દિવસમાં 3 બાળકીઓને પીંખી નાખી હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગાંધીનગરમાં માસુમ બાળકીઓ પર દુષ્કર્મ ગુજારનારા સેક્સ મેનિયાકને કલોકની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને પોક્સો એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારી છે. દોષિત વિજય ઠાકોરે અન્ય બે બાળકીઓ પર પણ દુષ્કર્મ આચર્યું હતું, જે ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ ચૂકી છે. પોક્સો કલમમાં દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાનો ગાંધીનગર જિલ્લાનો પ્રથમ કિસ્સો છે.

શું હતો કેસ?
નવેમ્બર 2021ના રોજ સાંતેજ ગામની સીમમાં પરિવાર સાથે લાકડા વીણતી 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને વિજયે રાંચરડા-ખાત્રજ રોડ પર કેનાલની બાજુમાં બનાવેલી અવાવરું ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જેમાં બાળકી ભવિષ્યમાં માતા પણ ન બની શકે તેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. બાળકીની સ્થિતિ જોઈને પોલીસ અધિકારીઓના પણ આંસુ આવી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સમગ્ર મામલે તપાસ બાદ વિજય ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ 10 દિવસમાં 3 બાળકીઓને પીંખી નાખી
આરોપી વિજય ઠાકોર વિરુદ્ધ કલોલની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે સરકારી વકીલે વિકૃત અને ઘાતકી માનસિકતા ધરાવનારાને ફાંસીની સજા મળે તેવી માંગણી કરી હતી. ખાસ છે કે આરોપી વિજયે અગાઉ 3 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી લાશને ફેંકી દીધી હતી. જ્યારે એક સગીર બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેય દુષ્કર્મના આ બનાવ આરોપીએ 10 દિવસની અંદર અંજામ આપ્યો હતો.

ADVERTISEMENT

અગાઉ બે કેસમાં આજીવન કેદની સજા થઈ
અન્ય બે દુષ્કર્મના ગુનામાં આરોપીને ગાંધીનગર કોર્ટે તેને દોષિત જાહેર કરીને આજીવદ કેદની સજા ફટકારી હતી. જ્યારે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં તેને ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે, આરોપી વિજયની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેના ફોનમાંથી 1000થી પણ વધુ પોર્ન ફોટા મળી આવ્યા હતા. જેના પરથી પોલીસને તે પોર્ન એડિક્ટ હોવાનું જાણવા મળ્યું હતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT