‘મોહનથાળનો પ્રસાદ 900 વર્ષથી ધરાવાય છે, ભક્તોની આસ્થા હવે ખૂટે છે’ દાંતાના રાજવી પરિવારનું PMને ટ્વીટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી: અંબાજીમાં આવેલા શક્તિપીઠમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો, માઈભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરીને ફરી તેને શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે. ત્યારે હવે દાંતાનો રાજવી પરિવાર આ મામલે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માગણી કરી રહ્યો છે.

દાંતાના રાજવી પરિવારે PM મોદીને ટ્વીટ કર્યું
દાંતા સ્ટેટ રાજવી પરિવારના પરમવીરસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને આ અંગે ધ્યાન દોર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, સમ્માનનીય વડાપ્રધાન સાહેબ @narendramodi જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે. કારણ કે ભક્તો ની આસ્થા હવે ખૂટે છે. આ સાથે તેઓ આગળ લખે છે કે, મોહનથાળ ખાલી પ્રસાદ નથી, લાખો લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે તેને બંધ કરવું એટલે કે લોકોની આસ્થા સાથે છેડછાડ, આ યોગ્ય નથી.

ADVERTISEMENT

અગાઉ સરકારે મોહનથાળ શરૂ નહીં કરવાનું કહ્યું હતું
નોંધનીય છે કે, આ પહેલા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોહનથાળ લાંબો સમય સાચવી શકાતો નથી. જ્યારે ચિક્કી ત્રણ મહિના બગડતી નથી. તેથી વિદેશ પણ લઈ જઈ શકાશે. હાલમાં ચિક્કીનું વેચાણ પણ અગાઉ મોહનથાળના વેચાણ જેટલું જ થાય છે, તેથી સાબિત થાય છે કે આસ્થાના વિષયમાં આવી બાબતોનું કોઈ સ્થાન નથી. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ચિક્કી સૂકામેવા, માવા અને શીંગદાણામાંથી બને છે. તેથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. મોહનથાળ અંગે લોકોની લાગણી હતી કે તેઓ આ પ્રસાદ અગિયારસ, પૂનમ કે નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકતા નથી.

વિશ્વ હિન્દુ પરિષદ સરકારના નિવેદનથી નારાજ
બીજી તરફ મંત્રી ઋષિકેશ પટેલના આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ છે. VHPના ગુજરાત પ્રમુખ અશોક રાવલે કહ્યું કે, જૂના મંત્રીઓને કાઢીને નવા મંત્રીઓ આવ્યા છે અને તેઓ સમજે છે કે અમે સુપરપાવર છીએ. આજે તેઓ મનફાવે તેમ બોલે છે. તેઓની ચૂંટણી જીતવાની હેસિયત નથી. ચૂંટણી માંડ માંડ જીત્યા છે. નરેન્દ્ર મોદીના નામે જ સત્તા છે. સામાન્ય લોકોની લાગણીનો વિચાર કરવો જોઈએ નહીંતર સરકારનું ધનોતપનોત નીકળી જશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT